Business News/ સોના-ચાંદી બાદ શેરબજારમા પણ: ટ્રેડિંગ શરૂ થતાં જ શેરબજાર ગગડ્યું સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

યુએસ-ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં આવેલી મંદીથી ભારતીય શેરબજાર (stock market)પણ ધડાધડ તૂટ્યું છે. સેન્સેક્સ ૭૦૦ થી વધુ અને નિફ્ટી ૨૦૦ પોઈન્ટ ગગડ્યો છે, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ 5% વધી ગયા છે.

Trending Business
Massive crash in the stock market

કિંમતી ધાતુઓમાં મસમોટા ઘટાડા બાદ હવે ભારતીય શેરબજાર (stock market)પણ વૈશ્વિક મંદીની લપેટમાં આવી ગયું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનની શરૂઆત થતાં જ સ્થાનિક શેરબજારમાં રોકાણકારોની ભારે ગભરામણ વચ્ચે એકઝાટકે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અગાઉના બંધ 77,569 ના સ્તર સામે સીધો 76,963 પર ખૂલ્યો હતો અને જોતજોતામાં 700 થી વધુ પોઈન્ટ તૂટીને 76,857 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રાષ્ટ્રીય શેરબજારના ઇન્ડેક્સ નિફ્ટી (Nifty) માં પણ આવી જ નબળાઈ રહી, જે અગાઉના 24,206 ની સામે 24,039 પર ઓપન થઈને 200 પોઈન્ટના ઘટાડા સાથે 24,000 ની મનોવૈજ્ઞાનિક સપાટી પર આવી ગયો હતો.

યુએસ-ઈરાન ટકરાવ અને વૈશ્વિક બજારોની નબળાઈ મુખ્ય કારણ

ભારતીય બજારમાં આવેલી આ અચાનક મંદી પાછળ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સર્જાયેલી ગંભીર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ વકરતાં સમગ્ર વિશ્વના શેરબજારો દબાણ હેઠળ છે. એશિયન માર્કેટમાં સવારથી જ નકારાત્મક વલણ હતું, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી છે. જાપાનનો નિક્કેઈ (Nikkei) ઈન્ડેક્સ 900 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી (KOSPI) ઈન્ડેક્સમાં અંદાજે 7% નો મોટો ઘટાડો નોંધાયો હતો. આ પહેલા ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ બજાર નીચું ખૂલવાના સ્પષ્ટ સંકેત આપી રહ્યો હતો.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં અચાનક ઉછાળો:

આ આંતરરાષ્ટ્રીય વિવાદ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) નો રૂટ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના સપ્લાય પર મોટો બ્રેક લાગ્યો છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં એકઝાટકે 5% નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ના ભાવ 5% વધીને પ્રતિ બેરલ $80 ની એકદમ નજીક પહોંચી ગયા છે. આ સિવાય WTI ક્રૂડ અને મર્બન ક્રૂડના ભાવ પણ 4% થી વધુની તેજી સાથે પ્રતિ બેરલ $75 ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. કાચા તેલના આ ભડકાને કારણે બજારમાં મોંઘવારી ફરી વધવાનો ડર સતાવી રહ્યો છે.

બજાર ખૂલતા જ આ દિગ્ગજ શેરોમાં ગાબડાં પડ્યા

આજના આકરા ઘટાડામાં દેશની મોટી-મોટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી:

લાર્જકેપ શેર્સમાં નુકસાન: બજાર ખૂલતાની સાથે જ IndiGo (2.50%), Tata Steel (2.35%), Maruti (2%) અને HDFC Bank (1.60%) જેવી મજબૂત કંપનીઓના શેર્સ મોટો ઘટાડો દર્શાવી રહ્યા હતા.

મિડકેપ શેર્સમાં કડાકો: મિડકેપ સેક્ટરમાં પણ ભારે નકારાત્મકતા જોવા મળી, જેમાં Muthoot Finance (2.50%), Ashok Leyland (2%) અને HP (1.70%) ના શેરો ભારે નુકસાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો :બજાર ખૂલતા જ સોના-ચાંદીના ભાવ ધડામ, એક જ દિવસમાં હજારો રૂપિયાનો મસમોટો ઘટાડો

આ પણ વાંચો :બેંકિંગના અટકેલા કામો વહેલા પતાવી લેજો, જુલાઈના આ અઠવાડિયે અલગ-અલગ રાજ્યોમાં 4 દિવસ બેંકો રહેશે બંધ

આ પણ વાંચો :કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવતો બોસ સ્કેમ શું છે? વૉટ્સએપ હેક કરીને લૂંટાઈ રહ્યા છે કરોડો રૂપિયા