Business News/ કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવતો બોસ સ્કેમ શું છે? વૉટ્સએપ હેક કરીને લૂંટાઈ રહ્યા છે કરોડો રૂપિયા

ભારતીય કોર્પોરેટ સેક્ટરમાં ‘બોસ સ્કેમ’ (Boss Scam) ના નામે એક નવું વૉટ્સએપ કૌભાંડ હેકર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સીઈઓનું એકાઉન્ટ હેક કરીને નાણાકીય વિભાગના કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. જાણો બચવાના ઉપાયો.

Trending Business
Boss Scam

What is Boss Scam Video Script: ધારો કે તમે ઑફિસમાં તમારું કામ કરી રહ્યા છો અને અચાનક તમારા મોબાઈલ પર કંપનીના CEO અથવા તમારા અસલી બોસના વૉટ્સએપ નંબર પરથી એક અત્યંત જરૂરી અને ગુપ્ત મેસેજ આવે છે. જેમાં લખ્યું હોય કે, “એક ગુપ્ત પ્રોજેક્ટ માટે તાત્કાલિક આ આપેલા બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરી દો, આ કામ ખૂબ જ અર્જન્ટ છે.” મેસેજ બોસના જ વૉટ્સએપ નંબર પરથી હોવાથી અને તેમાં વરિષ્ઠ મેનેજમેન્ટનો દબદબો દેખાતો હોવાથી, તમે કદાચ વધારે વિચાર્યા વિના પૈસા મોકલી દેશો. પરંતુ સાવધાન! તમે કોર્પોરેટ ફ્રોડના સૌથી નવા અને ખતરનાક રૂપ ‘બોસ સ્કેમ’ (Boss Scam) નો શિકાર બની શકો છો.

હવે સાયબર ઠગો નકલી ઈમેલ મોકલવાને બદલે સીધા કંપનીના બોસનું વૉટ્સએપ એકાઉન્ટ હેક કરીને કરોડો રૂપિયાની ઉઠંતરી કરી રહ્યા છે. ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર’ (I4C) એ આ અંગે ભારતીય કંપનીઓ માટે એક મોટી ચેતવણી જાહેર કરી છે.

Boss Scam

આખરે કેવી રીતે થાય છે આ Boss Scam?

‘બોસ સ્કેમ’ એ બિઝનેસ ઇમેઇલ કોમ્પ્રોમાઇઝનું એક અત્યંત એડવાન્સ રૂપ છે. સાયબર અપરાધ કેન્દ્રના અહેવાલ મુજબ, સાયબર ગુનેગારો સૌથી પહેલા રિઝર્વ બેંક (RBI) અથવા અન્ય સરકારી નિયમનકારી સંસ્થાઓના નામે કંપનીના વરિષ્ઠ અધિકારીઓનો ઈમેલ કે વૉટ્સએપ દ્વારા સંપર્ક કરે છે. તેઓ અધિકારીઓને ડરાવે છે કે તમારી કંપનીમાં એક મોટી કાયદાકીય સમસ્યા ઉભી થઈ છે અને તેના તાત્કાલિક ઉકેલ માટે એક ‘ઝિપ ફાઇલ’ (ZIP File) મોકલે છે. આ ફાઇલમાં .exe અને .dll જેવી હાનિકારક ફાઇલો છુપાયેલી હોય છે.

કંપનીના અધિકારી જેવી આ ફાઇલ પોતાના કમ્પ્યુટર પર રન કરે કે તરત જ સિસ્ટમમાં ‘ટ્રોજન ડ્રોપર’ માલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. આ માલવેર કમ્પ્યુટરમાં એક્ટિવ રહેલા ‘વેબ વૉટ્સએપ’ (Web WhatsApp) ના સેશન ટોકન ચોરી લે છે, જેનાથી હેકર્સને અધિકારીના ફોનને (Boss Scam) અડ્યા વગર જ તેમના વૉટ્સએપ એકાઉન્ટનું ઓનલાઈન એક્સેસ મળી જાય છે.

Boss Scam

કર્મચારીઓના ડર અને મનોવિજ્ઞાનનો ફાયદો

સાયબર સિક્યોરિટી કંપની ‘મેકેફી’ (McAfee) ના જણાવ્યા અનુસાર, આ ફ્રોડની સફળતા ટેકનોલોજી કરતાં વધારે કર્મચારીઓના મનોવિજ્ઞાન પર આધારિત છે. જ્યારે ફાઇનાન્સ કે એકાઉન્ટ ટીમને તેમના બોસના અસલી નંબર પરથી “આ કામ તાત્કાલિક અને ગુપ્ત રીતે કરો” એવો મેસેજ મળે છે, ત્યારે તેઓ ગભરાટ અને બોસ (Boss Scam) પ્રત્યેના આદર અથવા ડરના કારણે કોઈ પ્રશ્ન પૂછતા નથી અને તાત્કાલિક જણાવેલા બેંક ખાતામાં લાખો-કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. આ સ્કેમર્સ ફાઇનાન્સ ટીમ, એકાઉન્ટ્સ વિભાગ, એચઆર (HR) અને નવા કર્મચારીઓને વધુ ટાર્ગેટ કરે છે.

Boss Scam

AI અને ડીપફેકથી વધ્યો ખતરો, કેવી રીતે બચશો?

AI ના કારણે આ ખતરો હવે આગામી સમયમાં અતિ ભયાનક બનવા જઈ રહ્યો છે. સાયબર ગુનેગારો હવે ‘એઆઈ વોઈસ ક્લોનિંગ’ અને ‘ડીપફેક’ (Deepfake) ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં જ એક મલ્ટીનેશનલ કંપનીના કર્મચારીએ ઓનલાઈન વીડિયો કોલ પર પોતાના અસલી બોસનો ડીપફેક વીડિયો જોઈને છેતરાઈ ગયો હતો અને 2.5  કરોડ ડોલર ટ્રાન્સફર કરી દીધા હતા.

સાયબર અપરાધ સમન્વય કેન્દ્રની સલાહ છે કે માત્ર વૉટ્સએપ(Boss Scam) મેસેજના આધારે ક્યારેય મોટું ટ્રાન્ઝેક્શન ન કરો. પૈસા મોકલતા પહેલાં બોસને સીધો ફોન કોલ, વીડિયો કોલ અથવા રૂબરૂ મળીને વાતની પુષ્ટિ (Cross-Verify) ચોક્કસ કરો. કોઈ પણ અજ્ઞાત સ્ત્રોત કે ઈમેલમાંથી આવેલી .exe ફાઇલ ડાઉનલોડ ન કરો અને કંપનીમાં મોટા વ્યવહારો માટે હંમેશા ‘ડબલ અપ્રૂવલ’ નો નિયમ ફરજિયાત બનાવો.


આ પણ વાંચો :કોણ સંભાળશે રિલાયન્સની કમાન? મુકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંતને સોંપી જવાબદારી

આ પણ વાંચો :બૅન્કોની દાદાગીરી પર RBI નો હથોડો! મરજી વગર વીમો આપ્યો તો ચૂકવવું પડશે વળતર

આ પણ વાંચો :Telegramના સ્થાપક પાવેલ ડુરોવનો Jio પર ગંભીર આરોપ, ‘ઇન્ટરનેટ હાઇજેકિંગ’નો કર્યો દાવો