પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન પર વિદેશમાં સંપત્તિ રાખવા બદલ ૨.૯૪ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટે નોટીસ આપી છે.
અદાલતે આ રૂપિયા એક અઠવાડિયાની અંદર ભરી દેવા માટે કહ્યું છે.
યુએઈમાં સંપત્તિ રાખવા બદલ ૪૪ વ્યક્તિઓ વિરુદ્ધ સુનવણી કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાનમનું નામ પણ શામેલ છે.
કોર્ટના આદેશ પ્રમાણે જો તેઓ ટેક્સ નહી ભરે તો તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.
પાકિસ્તાનના સુત્રોના જણાવ્યા પ્રમાણે તેણે દુબઈમાં એક લકઝરીયઝ ફ્લેટ ખરીધો છે.
અદાલતમાં સુનવણી દરમ્યાન ખાનમ તેમના વકીલ સાથે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૮માં ૩,૭૦,૦૦૦ ડોલરની સંપત્તિની ખરીદી કરી હતી જે તેમણે ગયા વર્ષે વેંચી દીધી હતી.
કોર્ટે અઠવાડિયાની અંદર તેમની પ્રોપર્ટીનો ટેક્સ ભરી દેવા માટે કહ્યું છે જો આમ નહી કરે તો તેમની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.
