Ahmedabad News/ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂના રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલ્યો

પોલીસે જણાવ્યું કે લગ્નના માત્ર ચાર મહિનામાં જ મિનેશે પત્નીની હત્યા (Murder)કરવાનો પ્લાન બનાવ્યો હતો

Gujarat Ahmedabad
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નવ વર્ષ પહેલાં બનેલા એક રહસ્યમય હત્યા (Murder)ના કેસનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નવ વર્ષ પહેલાં બનેલા એક રહસ્યમય હત્યા (Murder)ના કેસનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2017માં મળી આવેલી એક મહિલાની લાશ પાછળ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાલુપુર વિસ્તારની રહેવાસી કોમલબેન મિનેશભાઈ સોલંકી (Komalben Solanki) તરીકે થઈ હતી. શરૂઆતમાં આ કેસ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, પરંતુ તાજેતરમાં મળેલી વિશ્વસનીય માહિતી અને ટેક્નિકલ પુરાવાના આધારે ક્રાઇમ બ્રાન્ચે ફરી તપાસ શરૂ કરી હતી.

લગ્નના ચાર મહિનામાં જ હત્યાનું કાવતરું

પોલીસ તપાસ મુજબ, વર્ષ 2017માં કોમલબેનના લગ્ન મિનેશ દનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસે જણાવ્યું કે લગ્નના માત્ર ચાર મહિનામાં જ મિનેશે પત્નીની હત્યા (Murder)કરવાનો પ્લાન બનાવ્યો હતો.

ફરવા લઈ જઈ નદીમાં ધક્કો માર્યો

25 જૂન, 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પોતાની પત્નીને ફરવા લઈ ગયો હતો. દિવસભર શહેરના વિવિધ સ્થળોએ ફર્યા બાદ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન તેણે કોમલબેનને નદીમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.

ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી

હત્યાના બીજા જ દિવસે આરોપી મિનેશે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ખોટી અરજી આપી હતી. આ રીતે તેણે હત્યા ((Murder))ની હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નદીમાંથી મળેલી મહિલાની લાશને કોમલબેન તરીકે ઓળખવામાં આવી હતી.

ટેક્નિકલ પુરાવાથી ખુલ્યો ભેદ

ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે મૃતકની ઓળખ અને ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી મિનેશ સોલંકીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આરોપી સામે કાર્યવાહી

પોલીસે આરોપી મિનેશ દનેશભાઈ સોલંકીની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપી સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મહેસાણાના વડનગર સિવિલમાં આત્મહત્યા કેસમાં યુવાને પત્ની-પુત્રીની હત્યા કર્યાના વળાંકથી ચકચાર

આ પણ વાંચો:મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા

આ પણ વાંચો:મહેસાણામાં મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ લોહિયાળ બન્યો, ભાજપ ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા