Mehsana news/ મહેસાણાના વિસનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા, ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ

મહેસાણાના વિસનગરમાં આવેલા એક રેસિડેન્સીમાં 25 વર્ષીય પ્રિન્સ પટેલની હત્યા (Visnagar Murder Case)નો મામલો સામે આવ્યો છે. ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે.

Top Stories Gujarat Others Breaking News
Visnagar Murder Case: સિડેન્સીમાં યુવકની હત્યા, 7 દિવસ બાદ કેસ આવ્યો સામે

Mehsana News: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક રેસિડેન્સીમાં 25 વર્ષીય યુવકની હત્યા (Visnagar Murder Case) કરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Visnagar Murder Case: વિસનગરમાં યુવકની હત્યા

મળતી માહિતી મુજબ, વિસનગરમાં નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા મકાન નંબર-7માં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં યુવકને ગળે ટૂંપો આપી ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા (Visnagar Murder Case)ની આ ઘટના આશરે સાત દિવસ પહેલાં બની હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલો હવે પોલીસ સમક્ષ આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઘટના અંગે પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે.

વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે હત્યા (Visnagar Murder Case)નો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનિકી પુરાવા અને અન્ય માહિતીના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને હત્યા પાછળનું કારણ તેમજ આરોપીની સંડોવણી અંગે માહિતી મેળવવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનો ભેદ ખુલશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મહેસાણાના વડનગર સિવિલમાં આત્મહત્યા કેસમાં યુવાને પત્ની-પુત્રીની હત્યા કર્યાના વળાંકથી ચકચાર

આ પણ વાંચો:મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા

આ પણ વાંચો:મહેસાણામાં મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ લોહિયાળ બન્યો, ભાજપ ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા