Farali Recipe/ ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

જો તમે   ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી રેસીપી શોધી રહ્યા છો, તો અમે તમને સ્વાદિષ્ટ ફરાળી ઢોકળાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Food Lifestyle
Untitled 270 ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે    તેવામાં   ઘણા લોકોએ ઉપવાસ કર્યો હશે. તો  ઘણા લોકો  શ્રાવણ ના  સોમવાર પણ કરતા હોય છે  જો તમે   ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી રેસીપી શોધી રહ્યા છો, તો અમે તમને સ્વાદિષ્ટ ફરાળી ઢોકળાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Untitled 272 ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપીસામગ્રી

એક કપ સામો
1 ચમચી શિંગોળાનો લોટ
1/2 કપ દહીં
1/2 ચમચી ઝીણું સમારેલું આદુ
1/2 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી વરિયાળી
1/2 ટીસ્પૂન મરી પાવડર
1 લીલું મરચું
મીઠો લીમડો
1/2 ચમચી જીરું
1/4 ચમચી ખાવાનો સોડા
સિંધવ મીઠું
2 ચમચી ઘી

Untitled 271 ઘરે બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

રીત –

સૌથી પહેલા સામો સાફ કરી લો. મિક્સરમાં પીસીને કરકરો પાવડર બનાવીને એક બાઉલમાં કાઢી લો. તેમાં શિંગોડાનો લોટ, દહીં અને સિંધવ મીઠું મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી રાખો.

હવે સ્વાદ મુજબ લીંબુનો રસ, 1 ચમચી ઘી અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો. ખાવાનો સોડા ઉમેરો અને આ મિશ્રણને મોલ્ડમાં રેડો અને તેને 10 મિનિટ માટે વરાળ પર રાંધવા દો. ટૂથપિકથી તપાસો કે એ સરખું પાકી ગયું છે કે નહીં.

પછી ઢોકળાને ચોરસ ટુકડામાં કાપીને મોલ્ડમાંથી બહાર કાઢો. એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું ફૂટે ત્યારે તેમાં મીઠો લીમડો અને ઉભું કાપેલું લીલું મરચું ઉમેરો, થોડી સેકંડ માટે ગેસ પર રાંધ્યા પછી, તેને ઢોકળા પર નાખો. તૈયાર છે ફરાળી ઢોકળા. ઢોકળાને ફરાળમાં ખાઈ શકાય એવી ચટણી સાથે સર્વ કરો.