ઘણીવાર ઘણા લોકોને શ્વાસ ફૂલવાની બીમારી હોય છે. જેને તેઓ અવગણે છે. જો તમને પણ આ પ્રકારનો રોગ છે, તો તેને અવગણવી નહીં. આનથી તમારું હાર્ટ ફેલ થઇ શકે છે અથવા સીએઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિજીજ) નો સંકેત પણ હોય શકે છે. જાણો કેટલા પ્રકારની આ બીમારી હોય છે અને તેના લક્ષણો શું છે.
ડાયસ્પનિયા પ્રોબ્લેમ – જલ્દી-જલ્દી શ્વાસ લેવો અથવા શ્વાસ ફૂલવાને મેડિકલ સાયન્સમાં ડાયસ્પનિયા કહેવામાં આવે છે, જેમાં છાતીમાં ખૂબ જ કઠિનતાની લાગણી અને ગૂંગળામણ થાય છે.
હાર્ટ અથવા ફેફસાની સમસ્યા – શ્વાસ લેવામાં તકલીફ એ સામાન્ય રીતે હૃદય અથવા ફેફસાના રોગની નિશાની છે, કારણ કે બંને અવયવો શ્વસનતંત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
હાઈ બ્લડ પ્રેશર પણ એક કારણ છે – એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘણી વખત હાઈ બ્લડ પ્રેશરના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ માટે તરત જ ડોક્ટરની સલાહ લો.
હાર્ટ ફેલ થઇ શકે છે – એક સંશોધન મુજબ, જો શ્વાસની સમસ્યા છ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે હાર્ટ ફેલ અથવા ફેફસાના રોગની સિસ્ટમ પણ હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.