Recipe/ ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પૂરી ચા સાથે ખાવ કે ભોજનમાં એટલી જ ટેસ્ટી લાગે છે, મહેમાનોને ખવડાવવા માટે પણ બેસ્ટ છે

Food Lifestyle
Puri ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

વેજિટેબલ પૂરી બનાવવા માટેની સામગ્રી:

ઘઉંનો લોટ – 1 વાટકી
સમારેલી પાલક – અડધી વાટકી
પનીર – 50 ગ્રામ
તલ – 2 ચમચી
વાટેલા આદું-મરચા – 2 ચમચી
કોબીજનું છીણ – 3 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
હળદર- 1 નાની ચમચી
લાલ મરચું – સ્વાદ મુજબ

વેજિટેબલ પૂરી બનાવવા માટેની રીત:

– સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી કાઢો.
– પછી તલને શેકીને પણ અધકચરા વાટી લો.
– લોટને એક સ્વચ્છ કપડાંમાં બાંધીને બાફી લો. લોટ બફાયા પછી તેને ફરી ચાળી લો.
– પછી તેમાં પ્રમાણસર મીઠું, લાલ મરચું, હળદર, આદુ મરચાં, તલનો ભૂકો, ૨ ચમચી તેલ, કોબીજનું છીણ, પાલક, પનીર બધુ મિક્સ કરીને લોટ બાંધો.
– ત્યારબાદ તળવા માટે તેલ લઈ તેને ગરમ કરવા મૂકો.
– પછી બંધેલી કણકમાંથી નાની સરખી કડક પૂરી વણીને ધીમી આંચે તેને તળી લો.
– તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ જ લીલી ચટણી સાથે આ પૂરીનો સ્વાદ માણો.

આ પણ વાંચો :શિયાળામાં મશરૂમ ખાવાથી વધે છે ઇમ્યૂનિટી, પાચન અને સ્કિન સહિત થશે આ ફાયદા

આ પણ વાંચો :પરફેક્ટ સ્માઈલ જોઈએ છે, તો આજે જ અજમાવો આ ટીપ્સ

આ પણ વાંચો :જો તમને અડધી રાત્રે વારંવાર ભૂખ લાગે છે, તો આ વસ્તુઓ તમે ખાઈ શકો છો….

આ પણ વાંચો :શિયાળામાં ત્વચાની સંભાળ રાખવા, ટામેટાંનો આ રીતે કરો ઉપયોગ…..