Not Set/ ઘરે જ બનાવો આ રીતે મોતીચૂરના લાડુ, ધરાવો ગણેશજીને તમારા હાથે જ બનાવીને….

મોતીચૂરના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. એટલું જ નહીં, તેનો સ્વાદ વડીલોથી લઈને બાળકો સુધી દરેકને ખૂબ પસંદ આવે છે.

Food Lifestyle
Untitled 88 ઘરે જ બનાવો આ રીતે મોતીચૂરના લાડુ, ધરાવો ગણેશજીને તમારા હાથે જ બનાવીને....

ભગવાન ગણેશને મોતીચૂરના લાડુ ખૂબ પસંદ છે. મોતીચૂરના લાડુ વગર તેમના માટે તૈયાર કરેલો પ્રસાદ અધૂરો લાગે છે. સામાન્ય રીતે ગણેશ ચતુર્થી પર, આપણે બજારમાંથી મોતીચૂરના લાડુ લાવીએ છીએ અને ભગવાન ગણેશને અર્પણ કરીએ છીએ, પરંતુ આ વખતે અમે તમને દેશી ઘીમાંથી બનાવેલા મોતીચૂરના લાડુ ઘરે કેવી રીતે તૈયાર કરવા તે શીખવવા જઈ રહ્યા છીએ. આ રેસીપી દ્વારા મોતીચૂરના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. એટલું જ નહીં, તેનો સ્વાદ વડીલોથી લઈને બાળકો સુધી દરેકને ખૂબ પસંદ આવે છે.

Untitled 90 ઘરે જ બનાવો આ રીતે મોતીચૂરના લાડુ, ધરાવો ગણેશજીને તમારા હાથે જ બનાવીને....

સામગ્રી 

બેસન – 2 કપ
દૂધ – 1 લિટર
દેશી ઘી – 6 કપ
લીલી ઈલાયચી – 1 ચમચી
ખાંડ – 3 કપ
પાણી – 4 કપ
બેકિંગ સોડા – 1 ચપટી
ઓરેન્જ ફૂડ કલર – 1/2 ટીસ્પૂન

રીત –

મોતીચૂરના લાડુ બનાવવા માટે પહેલા આપણે ખાંડની ચાસણી બનાવવી પડશે. આ માટે મધ્યમ તાપ પર એક મોટી તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં ખાંડ ઉમેરો અને તેને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. આ મિશ્રણને ઉકળવા દો. તેને ધીમી આંચ પર પકવા દો. ગરમ થાય ત્યારે તેમાં ફીણ રચાય છે, જેને હલાવતા જાઓ. પછી તેને ત્યાં સુધી રાંધતા રહો તે એક સમાન ઘટ્ટ ન થઇ જાય. તેમાં એલચી પાવડર અને ઓરેન્જ ફૂડ કલર ઉમેરો. બંને ઘટકોને સારી રીતે મિક્સ કરો અને તેને એક બાજુ રાખો. હવે એક મોટું વાસણ લો અને તેમાં બેસન લો. બેસનને દૂધમાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

Untitled 89 ઘરે જ બનાવો આ રીતે મોતીચૂરના લાડુ, ધરાવો ગણેશજીને તમારા હાથે જ બનાવીને....

હવે એક મોટા પેનમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી સારી રીતે ગરમ થઇ જાય ત્યારે ત્યારે એક ઝારો લો અને તેમાં બેસનનું તૈયાર કરેલું મિશ્રણ નાખીને સોનેરી અને નરમ હોય એવી બૂંદી તળીને તૈયાર કરો. હવે બુંદીમાંથી વધારાનું ઘી કાઢવા માટે ટીશ્યુ પર રાખી લો. હવે તૈયાર કરેલી બુંદીને ખાંડની ચાસણીમાં નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને ઠંડુ થવા દો અને તમારી ઈચ્છા અનુસાર માપના લાડુ બનાવો. હવે મોતીચૂર લાડુ પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશને ધરાવવા માટે કરવા માટે તૈયાર છે.