Not Set/ દીપવીરના લગ્નમાં હીરોઇનોએ પહેરેલી આ ડિઝાઇનર સાડીઓ મેરેજ સીઝનમાં મચાવશે ધુમ

અમદાવાદ,  હવે લગ્નની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે સાડીઓ અને બ્લાઉઝની અવનવી ડિઝાઇનો આવી રહી છે.આ સીઝનમાં સાડીઓમાં સિલ્ક અને કાંજીવરમની સિમ્પલ અને પ્લેન સાડીઓએ કમબેક કર્યું છે તો બ્લાઉઝમાં ફૂલ સ્લીવ્ઝમાં મોતીઓથી ડેકોરેટેડ બ્લાઉઝ અને ફ્લોરલ ચોલી પણ ખાસ્સી ફેમસ છે. આજકાલ જો તમે લગ્નો માણી રહ્યાં હોવ તો તમે જોતા હશો કે […]

Fashion & Beauty Lifestyle
ma દીપવીરના લગ્નમાં હીરોઇનોએ પહેરેલી આ ડિઝાઇનર સાડીઓ મેરેજ સીઝનમાં મચાવશે ધુમ

અમદાવાદ, 

હવે લગ્નની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે સાડીઓ અને બ્લાઉઝની અવનવી ડિઝાઇનો આવી રહી છે.આ સીઝનમાં સાડીઓમાં સિલ્ક અને કાંજીવરમની સિમ્પલ અને પ્લેન સાડીઓએ કમબેક કર્યું છે તો બ્લાઉઝમાં ફૂલ સ્લીવ્ઝમાં મોતીઓથી ડેકોરેટેડ બ્લાઉઝ અને ફ્લોરલ ચોલી પણ ખાસ્સી ફેમસ છે.

આજકાલ જો તમે લગ્નો માણી રહ્યાં હોવ તો તમે જોતા હશો કે હાઇ સોસાયટીની મહિલાઓ તમને પ્લેન સાડી સાથે હેવી એમ્બ્રોઇડરી કરેલાં બ્લાઉઝ સાથે જોવા મળશે.હમણાં બોલીવુડમાં પણ લગ્નની સીઝન ચાલી રહી છે.હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના રિસેપ્શનમાં પહોંચેલી જ્હાન્વી ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે પ્લેન યેલો સાડી સાથે હેવી વર્ક વાળુ શિમરી એમ્બેલિશ્ડ બ્લાઉઝ પહેર્યું હતું.

જ્હાવનવીનું આ કોમ્બીનેશન હવેની લગ્ન સીઝનમાં ઘણું ફેમસ થઇ રહ્યું છે.

प्लेन साड़ी, डिजाइनर ब्लाउज

બોલિવુડ એક્ટ્રેસ નિમરત કૌર પણ દીપીકાના રિસેપ્શનમાં હાજર હતી. તેણે ડિઝાઈનર તરૂણ તહિલિયાનીએ ડિઝાઈન કરેલી ફ્લોરલ સાડી પહેરી હતી. સાડી સાથે તેના મેચિંગ ફ્લોરલ સ્લીવલેસ સ્વીટહાર્ટ નેકલાઈન વાળા બ્લાઉઝે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

अब भी बरकरार है फ्लोरल का ट्रेंड

જો તમે સાડીમાં પણ સેક્સી દેખાવા માંગતા હોવ તો એક્ટ્રેસ વાણી કપૂર જેવું બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ પહેરી શકો છો. વાણીએ પણ જ્હાન્વીની જેમ જ પ્લેન સાડી પહેરી હતી અને તેની સાથે મોતીઓથી ડેકોરેટ કરાયેલુ બ્રાલેટ ડિઝાઈન વાળુ બ્લાઉઝ પહેર્યું હતું. પ્લંજિંગ નેકલાઈન સાથે વાણી વધુ સેક્સી લાગી રહી હતી.

मोतियों वाली ब्रालेट ब्लाउज

દીપવીરના રિસેપ્શનમાં એક ઓર એક્ટ્રેસ તેના બ્લાઉઝના કારણે ચર્ચામાં હતી- જેકલિન ફર્નાન્ડિઝ. તેણે પણ નિમરતની જેમ તરૂણ તહિલિયાનીએ ડિઝાઈન કરેલી ડલ ગોલ્ડ કલરની લાઈટ વર્ક વાળી સાડી પહેરી હતી. તેની બોર્ડર પર એમ્બ્રોઈડરી કરેલી હતી. બ્લાઉઝની વાત કરીએ તો જેકલીને કોલર નેક વાળુ શિયર નેકલાઈન ડિઝાઈનનું બ્લાઉઝ પહેર્યું હતું

नेट वाली डिजाइनर ब्लाउज

એક્ટ્રેસીસને જોઈને લાગે છે કે પ્લેન સાડીઓનો ટ્રેન્ડ ફરી આવી ગયો છે. પરંતુ તમારી પ્લેન સાડી ત્યારે જ સારી લાગશે જ્યારે તમે તેની સાથે એમ્બેલિશ્ડ બ્લાઉઝ પહેરશો. બ્લેક કલર ગમતો હોય તો તમે રાધિકા આપ્ટેની જેમ પ્લેન બ્લેક સાડી સાથે ડિઝાઈનર એમ્બેલિશ્ડ બ્લાઉઝ પહેરી શકો છો.

शिमरी ब्लैक ब्लाउज

જો તમે ટ્રાન્સપરન્ટ પ્લેન સાડી પહેરવા માંગતા હોવ તો તેના પર તમે દીપિકાની જેમ હાઈ નેક વર્ક વાળુ બ્લાઉઝ પહેરી શકો છો. આ ક્લાસી કોમ્બો તમને આખા ક્રાઉડમાં અલગ જ તારવશે.