Beauty Tips/ બ્યુટી બ્લેન્ડરને આ રીતે કરો સાફ, નહીં તો ચહેરો ચમકવાને બદલે બગડશે

સામાન્ય રીતે બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ મેકઅપના લેયરને મિક્સ કરવા માટે થાય છે.  બ્યુટી બ્લેન્ડરને જો  સાફ કરવામાં ન આવે તો ચહેરો બગડવાની શક્યતા રહેલી છે.

Fashion & Beauty Lifestyle
Beauty Blender

આજના સમયમાં દરેક મહિલાઓ મેકઅપ કરવા માટે બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરે છે. આ એક એવી વસ્તુ છે જેણે મેકઅપને બ્લેન્ડ કરવાનું સરળ બનાવ્યું છે. ફ્લોલેસ મેકઅપ લુક મેળવવા માટે બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્યુટી બ્લેન્ડરથી મેકઅપ કરવામાં સમયની બચત પણ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બ્યુટી બ્લેન્ડર તમારા ચહેરાના રંગને પણ ઉડાડી શકે છે. ખરેખર, ઘણા લોકો દરરોજ બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરે છે પરંતુ તેને ધોતા નથી. આવી સ્થિતિમાં, તેમાં બેક્ટેરિયા વધવાનો ભય રહે છે, જે ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે.

બ્યુટીબ્લેન્ડરનો ઉપયોગ કેમ ન કરવો? 

  • બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરીને, સ્ત્રીઓ ઉતાવળમાં તેને દરરોજ એમ જ રાખે છે અને બીજા દિવસે ફરીથી મેકઅપ માટે તેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, તેને ધોયા વગર વારંવાર ઉપયોગ કરવાથી ચહેરા પર રેસીસ થઈ શકે છે.
  • બ્યુટી બ્લેન્ડરની દરરોજ સફાઈ કર્યા વગર ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા પણ થઈ શકે છે, જે ઉનાળાની ઋતુમાં વધુ વધી જાય છે.
  • બ્યુટી બ્લેન્ડરનો સાફ કર્યા વગર ચેહરા પર ઉપયોગ કરવાથી ત્વચામાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે.

બ્યુટી બ્લેન્ડરને કેવી રીતે સાફ કરવું? 

  • હેન્ડ વોશથી બ્યુટીબ્લેન્ડરને સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી હેન્ડ વોશ અને નવશેકું પાણી લો. હવે બ્યુટી બ્લેન્ડરને ઘસીને અને દબાવીને સાફ કરો. ત્યારબાદ છેલ્લે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
  • બ્યુટી બ્લેન્ડરને ઓલિવ ઓઈલથી પણ સાફ કરી શકાય છે. એક બાઉલમાં 1 ચમચી ઓલિવ ઓઈલ અને હૂંફાળું પાણી લો. તેમાં બ્યુટી બ્લેન્ડરને 10 મિનિટ સુધી રહેવા દો. છેલ્લે તેને ઘસતી વખતે સ્વચ્છ પાણીથી ધોઈ લો.
  • બ્યુટી બ્લેન્ડરને લીંબુથી પણ સાફ કરી શકાય છે. એક બાઉલ હુંફાળા પાણીમાં 1 લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં બ્યુટી બ્લેન્ડરને 10 મિનિટ માટે પલાળી રાખો. 10 મિનિટ પછી ઘસો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે)

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત