અજીત પવાર-ભાજપ/ NCPમાં જ છું અને NCPમાં જ રહીશઃ અજિત પવાર

NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારે ભાજપમાં જોડાવાની અટકળો પર મૌન તોડ્યું છે. અજિત પવારે કહ્યું કે તેઓ NCPમાં છે અને NCPમાં જ રહેશે. એનસીપી જે પણ નિર્ણય લેશે, હું ત્યાં રહીશ.

Top Stories India
BJP Ajit Pawar 1 NCPમાં જ છું અને NCPમાં જ રહીશઃ અજિત પવાર

NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારે BJP-Ajit Pawar ભાજપમાં જોડાવાની અટકળો પર મૌન તોડ્યું છે. અજિત પવારે કહ્યું કે તેઓ NCPમાં છે અને NCPમાં જ રહેશે. એનસીપી જે પણ નિર્ણય લેશે, હું ત્યાં રહીશ.અજિત પવારે પીએમ મોદીના કરિશ્માના વખાણ કર્યા હતા. આટલું જ નહીં તેમણે ઈવીએમ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પછી મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે NCPને NDAમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી મહારાષ્ટ્રમાં તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

અજીતને 30-34 ધારાસભ્યોનું સમર્થન છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર 53 NCPમાંથી 30-34 ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારનો હિસ્સો બની શકે છે. BJP-Ajit Pawar કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર એનડીએમાં સામેલ થવા માટે પાર્ટીમાં સમર્થન એકત્ર કરી રહ્યા છે. પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે જેવા NCP નેતાઓએ આ અભિયાનમાં અજીતને ટેકો આપ્યો છે. જો કે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ સહિત ઘણા નેતાઓ તેની તરફેણમાં નથી.

સૂત્રોનો દાવો છે કે અજિત જૂથ શરદ પવારને મળ્યો હતો અને તેમને જાણ કરી હતી કે એનસીપીના ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન કરવા આતુર છે. જોકે શરદ પવારે ભાજપ-શિંદે સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો.

આ અગાઉ પણ અજિત પવાર બળવો કરીને ભાજપ સાથે જોડાણ કરી ચૂક્યા છે, પરંતુ તે વખતે તેમણે પવારના દબાણના લીધે એનસીપીમાં પરત ફરવું પડ્યું હતું. આમ છતાં પણ અજિત પવારને લાગી રહ્યું છે કે વિપક્ષમાં રહીને એનસીપીનું કોઈ રાજકીય ભવિષ્ય નથી. BJP-Ajit Pawar કોંગ્રેસની સાથે રહીને હંમેશા ગુમાવવાનું જ આવ્યું છે. તો પછી ભાજપ સાથે રહીને શા માટે સત્તાનો આસ્વાદ ન ભોગવવો. આના લીધે તેઓ એનસીપી વતી ભાજપને પરોક્ષ રીતે સંદેશા મોકલતા રહે છે. ભવિષ્યમાં પણ અજિત પવાર ભાજપ સાથે જોડાણ કરશે તો આશ્ચર્ય નહી થાય. કદાચ તે આ દિશામાં શરૂઆત મુદ્દા આધારિત સમર્થન આપવાથી પણ કરી શકે છે. જો કે બધો આધાર 2024માં લોકસભાની ચૂંટણીના પરિણામ પર જ રહેવાનો છે.  અંદરખાને અજિત પવારને તો વિશ્વાસ જ છે કે વિપક્ષનો સંઘ કાશીએ પહોંચે તેવો નથી. તેથી તેઓ વિપક્ષની એકતા માટે ચાલતી કવાયતને વ્યર્થ ગણાવે છે.

આ પણ વાંચોઃ શરમજનક/ સલામતીના અભાવે ચીનના કારોબારીઓએ પાકમાંથી ઉચાળા ભરવા માંડ્યા

આ પણ વાંચોઃ Politics/ અતીક-અશરફની હત્યા બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- યુપીમાં માફિયા હવે કોઈને ડરાવી નહીં શકશે

આ પણ વાંચોઃ જંગી સંપત્તિ/ 1609 કરોડની સંપત્તિ જાહેર કરનાર કોણ છે કર્ણાટકનો મંત્રી