Not Set/ #Coronavirus/ દિલ્હીમાં સ્થિતિ બેકાબુ બની, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 190 કેસ આવ્યા સામે

દેશની રાજધાની દિલ્હીમાં 3 હજારથી વધુ કોરોનાનાં દર્દીઓ છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 190 કેસ નોંધાયા છે, જે પછી આ આંકડો 3,108 પર પહોંચી ગયો છે. જો કે, દિલ્હી માટે મોટી રાહત એ છે કે છેલ્લા બે દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું નથી. સોમવારે એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. […]

India
2e081972b3c65005f967cf449e3fd0fd 2 #Coronavirus/ દિલ્હીમાં સ્થિતિ બેકાબુ બની, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 190 કેસ આવ્યા સામે
2e081972b3c65005f967cf449e3fd0fd 2 #Coronavirus/ દિલ્હીમાં સ્થિતિ બેકાબુ બની, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 190 કેસ આવ્યા સામે

દેશની રાજધાની દિલ્હીમાં 3 હજારથી વધુ કોરોનાનાં દર્દીઓ છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 190 કેસ નોંધાયા છે, જે પછી આ આંકડો 3,108 પર પહોંચી ગયો છે. જો કે, દિલ્હી માટે મોટી રાહત એ છે કે છેલ્લા બે દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું નથી. સોમવારે એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી.

વળી ખરાબ સમાચાર એ પણ હતા કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીની રિકવરી થવાના સમાચાર મળ્યા નથી, આમ, રાજધાનીનાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા હજી 877 છે. વળી, કોરોનાનાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2,177 થઈ ગઇ છે. દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 28 હજારને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 28 હજાર 380 લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે 886 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી, અત્યાર સુધીમાં 6,362 લોકો ઠીક પણ થઇ ચુક્યા છે.

બીજી તરફ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાઈ.એસ.જગનમોહન રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે, કોરોના વાયરસને નાબૂદ કરી શકાતો નથી અને ચેપને રોકવા માટે પૂરતી સાવચેતી રાખીને “આપણે તેની સાથે રહેવું પડશે.” લોકોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, વાયરસની રસી એક વર્ષ કે તેથી વધુ સમય બાદ વિકસિત કરી શકાય છે અને ત્યાં સુધીમાં આ રોગનાં ફેલાવાને રોકવા માટે “માસ ડિસ્ટન્ટ” વિકસિત કરવો જ એક માત્ર વિકલ્પ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.