મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોની લોન માફ કર્યા બાદ હવે રાજસ્થાન સરકાર પણ મેદાનમાં આવી ગઈ છે. રાજસ્થાનની સરકારે પણ ખેડૂતોની લોન માફીની ઘોષણા કરી દીધી છે.
રાજસ્થાન સરકારે રાજ્યમાં ખેડૂતોની ૨ લાખ સુધીની લોનમાફીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રાજસ્થાન સરકારની તિજોરી પર ૧૮,૦૦૦ કરોડનો બોજ પડશે.
તમને જણાવી દઈએ કે આની પહેલા પણ મધ્ય પ્રદેશમાં સરકાર બન્યાના માત્ર છ કલાકની અંદર જ મુખ્યમંત્રી કમલનાથે ખેડૂતોની લોન માફીનું એલન કરી દીધું હતું. સાથે જ આ નિર્ણય પર હસ્તાક્ષર પણ કરી દીધા હતા.
ઘોષણા પ્રમાણે ખેડૂતોની ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસાર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોની લોનમાફી સહિતના મુદ્દાઓ લઈને જ ભાજપને ઘેર્યું હતું અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ માત્ર ૧૦ જ દિવસમાં ખેડૂતોની લોન માફ કરશે.
મધ્યપ્રદેશના આગામી કેપ્ટન કમલનાથના ખેડૂતોની લોનમાફીના ફોર્મુલા પર જોવામાં આવે તો, આ ફોર્મુલા હેઠળ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો રાજ્યના ૪૦ લાખ ખેડૂતોને મળશે.
.