Politics/ અતીક-અશરફની હત્યા બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- યુપીમાં માફિયા હવે કોઈને ડરાવી નહીં શકશે

લખનઉમાં આયોજિત એક કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટેક્સટાઈલ પાર્ક ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Top Stories India
Untitled 74 અતીક-અશરફની હત્યા બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- યુપીમાં માફિયા હવે કોઈને ડરાવી નહીં શકશે

અતીક અને અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હવે યુપીમાં કાયદાનું શાસન છે. કોઈ માફિયા કોઈને ડરાવી શકે નહીં.આ સાથે તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે યુપીમાં હવે રમખાણો નહીં થાય.

લખનઉમાં આયોજિત એક કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટેક્સટાઈલ પાર્ક ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “2017 પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

સીએમ યોગીએ કહ્યું કે ઘણા જિલ્લા એવા હતા કે લોકો તેમના નામથી ડરતા હતા, આજે લોકોએ જિલ્લાના નામથી ડરવાની જરૂર નથી. જેઓ પહેલા રાજ્યની ઓળખ માટે સંકટ હતા, આજે રાજ્ય તેમના માટે સંકટ બની રહ્યું છે. હવે કોઈ વ્યાવસાયિક ગુનેગાર અને માફિયા કોઈપણ ઉદ્યોગસાહસિકોને ડરાવી શકશે નહીં, ઉત્તર પ્રદેશ તમને આજે શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપે છે.

આ પણ વાંચોઃ મસ્ક-AIચેટબોટ/ મસ્ક ઓપન એઆઇ ચેટબોટની સ્પર્ધામાં ટ્રુથજીપીટી લોન્ચ કરશે

આ પણ વાંચોઃ કેલિફોર્નિયા શૂટિંગ/ કેલિફોર્નિયા ગુરુદ્વારા શૂટિંગમાં 17 સભ્યોની ગેંગની ધરપકડ

આ પણ વાંચોઃ હીટ વેવ/ દેશના નવ રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર