Political/ અર્ણબની ચેટ પર કોંગ્રેસનાં પૂર્વ મંત્રીઓએ કહ્યુ- આ મામલે માફી ન આપી શકાય

રિપબ્લિક ટીવી સંપાદક અર્ણબ ગોસ્વામી અને ટેલિવિઝન રેટિંગ્સ એજન્સી BARC નાં પૂર્વ સીઇઓ પાર્થ દાસગુપ્તાનાં કથિત વોટ્સએપ ચેટ પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે…..

India
sssss 119 અર્ણબની ચેટ પર કોંગ્રેસનાં પૂર્વ મંત્રીઓએ કહ્યુ- આ મામલે માફી ન આપી શકાય

રિપબ્લિક ટીવી સંપાદક અર્ણબ ગોસ્વામી અને ટેલિવિઝન રેટિંગ્સ એજન્સી BARC નાં પૂર્વ સીઇઓ પાર્થ દાસગુપ્તાનાં કથિત વોટ્સએપ ચેટ પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બુધવારે કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાએ રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો એકે એન્ટની, સુશીલ કુમાર શિંદે અને સલમાન ખુર્શીદ સાથે પત્રકાર પરિષદ યોજી હતી.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસનાં નેતાઓએ કહ્યું કે, આ ખૂબ ગંભીર બાબત છે, તેને કોઈપણ સંજોગોમાં અવગણી શકાય નહીં. આ કિસ્સામાં વડા પ્રધાને પોતે બહાર આવીને જવાબ આપવો જોઈએ. કોંગ્રેસનાં નેતાઓએ કહ્યું કે, બાલાકોટ હવાઈ હુમલો જેવા અભિયાન અંગેની માહિતી સરકારનાં ઉચ્ચ હોદ્દા પર કેટલાક લોકોને ઉપલબ્ધ છે અને આવી સ્થિતિમાં આ સંવેદનશીલ માહિતી કેવી રીતે બહાર આવી તે જાણવું જોઈએ. બાલાકોટ હુમલા પહેલા અર્ણબ ગોસ્વામીની ચેટ પર બોલતા કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે, 73 વર્ષનાં ઇતિહાસમાં આ દેશે રાષ્ટ્રીય સુરક્ષા સાથે આટલો મોટી રમત થતા જોઇ નથી. આઝાદ હિન્દુસ્તાનનાં વડા પ્રધાન, તેમની કચેરી, ગૃહ પ્રધાન અને સમગ્ર સરકારનાં ગૌરવને છિન્ન—ભિન્ન થતા પણ આ દેશ જોઇ રહ્યો છે. મોટા દેખાતા લોકો કેટલા નાના થઇ જાય છે કે તેઓ પોતાના જમીરને એક એવા વ્યક્તિ સાથે મળીને જે પોતાને પત્રકાર કહે છે, વેચી રહ્યા છે. દેશની સાથે રમત વડા પ્રધાન, અમિત શાહ અને અર્ણબ ગોસ્વામીએ મળીને જે કર્યુ છે તે સમગ્ર દેશ સ્તબ્ધ થઇને જોઇ રહ્યો છે. આ કિસ્સામાં, આ માહિતી કોણે લીક કરી છે, તે જાણવું જરૂરી છે.

પૂર્વ સંરક્ષણ પ્રધાન એન્ટનીએ કહ્યું, આ વોટ્સએપ ચેટ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. દરેક દેશભક્ત ભારતીય આશ્ચર્યચકિત છે કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબત છે. તે આપણા સશસ્ત્ર દળો, ખાસ કરીને એરફોર્સનાં જવાનોની સુરક્ષા સાથે સંબંધિત છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ખૂબ જ સંવેદનશીલ માહિતી કેટલાક લોકોની પાસે હતી જે તેઓની પાસે ન હોવી જોઈએ. સરકારનાં ઉચ્ચ હોદ્દા પરનાં ફક્ત ચાર-પાંચ લોકોને જ આવા અભિયાન વિશે જાણ હોય છે, તેવામાં બાલાકોટ હવાઈ હુમલાનાં થોડા દિવસો પહેલા કોઈ પત્રકારને તેના વિશે કેવી રીતે ખબર પડી? સૈન્ય અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી માહિતી છોડવી એ રાષ્ટ્રવિરોધી કૃત્ય અને રાજદ્રોહ છે. પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે, અમે આ મુદ્દો સંસદમાં ઉભો કરીશું. સરકાર સિક્રેસી એક્ટ હેઠળ જે કરવું જોઈએ તે કર્યું નથી. મને આશા છે કે જે ગુનો થયો છે તેની તપાસ અને સજા થશે. આ કિસ્સામાં માફી ન આપી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો