Bollywood/ માધુરી દીક્ષિતે ખરીદી મોંઘી લક્ઝરી કાર, થોડી જ સેકન્ડમાં પકડી લે છે 100ની સ્પીડ, અભિનેત્રીએ ખર્ચ્યા આટલા કરોડ

વીડિયોમાં માધુરી લક્ઝરી સ્પોર્ટ્સ કારમાં બેઠેલી જોવા મળી રહી છે. હા! માધુરી અને તેના પતિ ડો. નેનેએ એક લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 3.8 કરોડ હોવાનું કહેવાય છે.

Trending Entertainment
Untitled 75 માધુરી દીક્ષિતે ખરીદી મોંઘી લક્ઝરી કાર, થોડી જ સેકન્ડમાં પકડી લે છે 100ની સ્પીડ, અભિનેત્રીએ ખર્ચ્યા આટલા કરોડ

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે તાજેતરમાં એપલના સીઈઓ ટિમ કૂકને વડાપાવ ખવડાવીને હેડલાઈન્સ બનાવી હતી. તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આપને જણાવી દઈએ કે માધુરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ વીડિયો દરેક સ્પોર્ટ્સ કાર પ્રેમીઓના દિલની ધડકન વધારી રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં માધુરી લક્ઝરી સ્પોર્ટ્સ કારમાં બેઠેલી જોવા મળી રહી છે. હા! માધુરી અને તેના પતિ ડો. નેનેએ એક લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 3.8 કરોડ હોવાનું કહેવાય છે.

વાસ્તવમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મુંબઈની શેરીઓનો છે, જ્યાં માધુરીના પતિ આ લક્ઝરી સ્પોર્ટ્સ કાર ચલાવતા જોવા મળે છે અને અભિનેત્રી તેની બાજુમાં સવારીની મજા માણી રહી છે. વીડિયોમાં દેખાતી કાર Porsche 911 Turbo S મોડલ છે, કંપનીની સાઈટ પર સર્ચ કરવાથી ખબર પડે છે કે આ કારની કિંમત 3 કરોડથી 3.8 કરોડની વચ્ચે છે. સ્પષ્ટ છે કે માધુરી અને ડૉ.નૈને આ કાર પાછળ ઘણા પૈસા ખર્ચ્યા છે.

મોડલ વિશે વાંચીને ખબર પડે છે કે માધુરીએ પોર્શેની સૌથી ઝડપી કારમાંથી એક પસંદ કરી છે. આ કારની ખાસિયત એ છે કે તેની ટોપ સ્પીડ 330 કિલોમીટર પ્રતિ કલાક છે. તે માત્ર 2.6 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવા માટે પ્રખ્યાત છે. તે 3.8L, ટ્વીન ટર્બો ચાર્જ્ડ 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 641 Bhp પાવર ઉત્પન્ન કરે છે. માધુરીની નવી કારનો રંગ સિલ્વર મેટ ફિનિશમાં દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી

આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય

આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’