Beauty/ રાત્રે સુતા પહેલા કરો આ કામ, ચહેરો રહેશે હંમેશા હેલ્ધી અને ચમકતો

દરેક વ્યક્તિને તંદુરસ્ત અને ગ્લોઇંગ ત્વચા પસંદ છે. દિવસ દરમિયાન મોટાભાગના લોકો તેમની ત્વચાની વિશેષ કાળજી લે છે, પરંતુ રાત્રે તમે આળસને કારણે સુઇ જાવ છો. નિષ્ણાંતોના મતે રાતના સમયે ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ ફાયદાકારક છે. આ સમયે તમારી ત્વચા પણ આરામ કરે છે. તેથી, રાતના સમયે કાળજી લેવાથી ત્વચા હેલ્ધી અને ગ્લોઇંગ બની […]

Lifestyle
face 1 રાત્રે સુતા પહેલા કરો આ કામ, ચહેરો રહેશે હંમેશા હેલ્ધી અને ચમકતો

દરેક વ્યક્તિને તંદુરસ્ત અને ગ્લોઇંગ ત્વચા પસંદ છે. દિવસ દરમિયાન મોટાભાગના લોકો તેમની ત્વચાની વિશેષ કાળજી લે છે, પરંતુ રાત્રે તમે આળસને કારણે સુઇ જાવ છો. નિષ્ણાંતોના મતે રાતના સમયે ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ ફાયદાકારક છે. આ સમયે તમારી ત્વચા પણ આરામ કરે છે. તેથી, રાતના સમયે કાળજી લેવાથી ત્વચા હેલ્ધી અને ગ્લોઇંગ બની જાય છે.

રાત્રે ત્વચાની સંભાળ રાખવાથી સવારે તાજગી અનુભવાશે. આ ઉપરાંત ડાર્ક સર્કલ, ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓથી પણ મુક્તિ મળશે. ચાલો જાણીએ કે રાત્રે ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી જેથી તમારો ચહેરો ચમકી ઉઠે.

Tips to maximize the glow after Facial - lifeberrys.com हिंदी

જો એક મહિના સુધી કરશો આ એક્સરસાઇઝ, તો બદલી જશે જિંદગી, મળશે અઢળક ફાયદા

રાત્રે સુતા પહેલા દરરોજ ચહેરો સાફ કરવાનું ભૂલશો નહીં. આનાથી ત્વચામાં જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયા સાફ થઇ જાય છે. ચહેરા પર જામેલી ગંદકી અને તેલનું સ્તર પણ સાફ થઇ જાય છે.

તમારો ચહેરો થાકેલો રહે છે તો તમારા ચહેરાને રોજ સાંજે ફેસ વોશથી ધોઈ લો. ત્યારબાદ રાત્રે સૂતા પહેલા ચહેરા પર સારી ગુણવત્તાવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરીને સ્કીનકેર રૂટિનને ફોલો કરો.

ત્વચા સાફ કર્યા પછી, મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ નહીં કરો તો ચહેરાનો ભેજ ધીમે ધીમે ઘટશે. જેના કારણે તમારી ત્વચા નિર્જીવ અને થાકેલી નજર આવશે.

Jet Glow - Facial to Lighten Pigmentation | Jet Concepts

જો તમને ખીલની સમસ્યા છે, તો સુતા પહેલા ઓશીકાનું કવર બદલો. કારણ કે એક પ્રકારનાં ઓશીકા પર સૂવાથી બેક્ટેરિયા ફરી પાછા આવી શકે છે. આને કારણે તમને ત્વચાની એલર્જી થઈ શકે છે. તેથી હંમેશાં સ્વચ્છ ઓશિકા પર સૂવું જોઈએ.

સુતા પહેલાં આઈ ક્રીમ લગાવો
દિવસ દરમિયાન કામ કરવાને કારણે આપણી આંખો પણ ખૂબ થાકી જાય છે. આવી સ્થિતિમાં, તમારે આંખોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે સારી આઈ ક્રીમ ખરીદો અને સૂતા પહેલા આંખોની આસપાસ મસાજ કરો.