Not Set/ જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ, નોંધાયા વધુ 5 પોઝિટીવ કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જામનગરમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. જામનગરમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં કુલ 145પોઝિીટિવ કેસ નોંધાયા છે.  મળતી માહિતી અનુસાર 19 દિગ્વિજય પ્લોટ નંબરમાં રહેતા 77 વર્ષ પુરુષનો કોરોના પોઝિટીવ આવ્યો છે, માંડવી ટાવર પાછળ 34 વર્ષનો પુરુષનો પોઝિટીવ છે, […]

Gujarat Others

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જામનગરમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. જામનગરમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં કુલ 145પોઝિીટિવ કેસ નોંધાયા છે. 

મળતી માહિતી અનુસાર 19 દિગ્વિજય પ્લોટ નંબરમાં રહેતા 77 વર્ષ પુરુષનો કોરોના પોઝિટીવ આવ્યો છે, માંડવી ટાવર પાછળ 34 વર્ષનો પુરુષનો પોઝિટીવ છે, હવાઈ ચોક શ્રીજી ટાવર માં 23 વર્ષીય પુરુષને કોરોના પોઝિટીવ છે, લીમડા લાઈન પોસ્ટ ઓફિસ પાછળ 37 વર્ષનો પુરુષને પોઝિટીવ છે, ચાંદી બજાર ઝવેરીના ડેલામાં 51 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ જામનગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 145 પર પહોંચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.