અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા કૂતરાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો. AMCના નિર્ણય મુજબ રખડતા કૂતરાઓની નસબંધી અભિયાન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં રખડતા કૂતરા દ્વારા હુમલો થતા વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ શહેરભરમાં રખડતા ઢોરને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો. જેના બાદ વહીવટીતંત્રે કૂતરાની નસબંધી કરવાનો નિર્ણય લેતા નસબંધી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. AMC એ આ નસબંધી અભિયાનમાં બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે રૂ. 8 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે.
રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં રખડતા ઢોર એક મોટી સમસ્યા બની છે. દેશમાંથી અનેક સ્થાનો પરથી દરરોજ રખડતા કૂતરા અથવા ઢોરના કારણે હુમલામાં માસૂમો ઇજાગ્રસ્ત થયાના કિસ્સા પ્રકાશમાં આવે છે. જેને લઈને સોશિયલ મીડિયામાં પણ લોકો સરકારને આ મામલે સૂચનો કરતા રહે છે. વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈના મૃત્યુ બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરાઓને લઈને મોટું પગલું ભર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ રખડતા કૂતરાઓની વસ્તીને અંકુશમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે. AMCનો કેટલ કંટ્રોલ એન્ડ ન્યુસન્સ ડિપાર્ટમેન્ટ (CCND) રખડતા કૂતરાઓની નસબંધી ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. 25 ઓક્ટોબરથી આ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાની અધિકારીઓએ જણાવ્યું હતું. જે અંતર્ગત બોપલથી ઘુમા સુધી લગભગ 200 રખડતા કૂતરાઓની ઓળખ કરવામાં આવી છે. અને અત્યારસુધીમાં અત્યાર સુધીમાં 40 જેટલા કૂતરાઓને નસબંધી માટે પકડવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર એનજીઓ સાથે નસબંધી મિશન ભાગીદારી કરી રહી છે. આ પહેલમાં સક્રિય રીતે સામેલ ચાર એનજીઓ પીપલ ફોર એનિમલ્સ, ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે દરેક શહેરના જુદા જુદા વિસ્તારો માટે કાર્ય કરશે.
આ પણ વાંચો : Crime/ બિહારમાં કાકીએ સગા ભત્રીજાની હત્યા કરતા સનસનાટી મચી
આ પણ વાંચો : Illegal Entry/ ટ્રુડો-મોદી ભલેને ઝગડે, પણ અમેરિકામાં ઘૂસવા માટે કેનેડાનો રૂટ ગુજરાતીઓની પહેલી પસંદ
આ પણ વાંચો : Price Hike/ તહેવાર સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, 15 દિવસમાં ભાવ 50 ટકા થયો

