નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય, પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવા માટે કેનેડા ભારતીયોની અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓની પહેલી પસંદ છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જનારાઓ માટે મેક્સિકન રૂટ પહેલી પસંદ છે, પરંતુ હવે કેનેડાના રૂટના ઉપયોગમાં પણ મોટાપાયા પર વધારો થયો છે.
એકલા સપ્ટેમ્બર મહિનામાં જ અમેરિકામા જુદા-જુદા રુટથી પ્રવેશવાના પ્રયાસમાં આઠ હજારથી વધુ ભારતીયો પકડાયા હતા. તેમા એકલા સપ્ટેમ્બરમાં જ ત્રણ હજારથી વધુ લોકો અમેરિકા-કેનેડા સરહદ પરથી પકડાયા હતા. તેમા અઢી હજાર સિંગલ હતા. આ સંખ્યા પકડાયેલા ભારતીયોની છે, જે લોકો ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગી ગયા છે તેની નથી.
આ પકડાયેલા ભારતીયોનો આંકડો કેલેન્ડર વર્ષના કોઈપણ મહિનામાં અમેરિકાની સરહદ પર પકડાયેલા ભારતીયોનો સૌથી મોટો આંકડો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રોકાયેલા છે. તેઓ અમેરિકામાં પ્રવેશવા માટે તકની રાહ જોઈને બેઠા છે. ઓગસ્ટમાં જ કેનેડાની સરહદ પરથી બે હજારથી વધારે ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગેરકાયદેસર રીતે અમેરિકા જતાં મોટાભાગના ગુજરાતીઓ મેક્સિકો સરહદને પહેલા પ્રાધાન્ય આપે છે. પણ સપ્ટેમ્બરના આંકડા દર્શાવે છે કે આ વખતે તો બંને સરહદ પરથી પકડાયેલા ગુજરાતીઓનો આંકડો સરખો જ હતો. ફેબ્રારી 2019થી લઈને માર્ચ 2023 સુધીમાં મેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયત્નોમાં લગભગ બે લાખ ભારતીયોની ધરપકડ થી હતી. તેમા મોટાભાગના પંજાબ, હરિયાણા અને ગુજરાતના હોવાનું મનાય છે.
આ પણ વાંચોઃ બાળકો પર અત્યાચાર/ સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં
આ પણ વાંચોઃ Rajasthan/ સીએમ અશોક ગેહલોતના પુત્રને EDએ પાઠવ્યું સમન્સ
આ પણ વાંચોઃ ST Employee/ પડતર પ્રશ્નોને લઈ એસટીના કર્મચારી આંદોલનના માર્ગે