- શાહીબાગ માં ભાજપ ની ભવ્ય બાઇક રેલી
- બાઇક રેલી માં યુવાનો મહિલા મોટી સંખ્યા માં જોડાયા
- ભરત પટેલ ,જશું ઠાકોર કરી રહ્યા છે પ્રચાર
- પ્રીતિ જૈન અને જસ્મિનબેન ભાવસાર કરી રહ્યા છે પ્રચાર
- સ્થાનિકો દ્વારા ફૂલહાર થી ભરત પટેલ (લાલભાઇ )નું સ્વાગત
- ઉમેદવારો નો શાહીબાગ વોર્ડ માં જીત નો દાવો
- વિકાસ ના કામો ને લઈને સ્થાનિકો પાસે માગ્યા મત
@રવિ ભાવસાર, અમદાવાદ
ગુજરાત રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ હતો. આજ સાંજથી ચૂંટણી પ્રચારનું કાર્ય બંધ થઈ ગયું છે. પ્રચાર કાર્ય બંધ થતા પહેલા ભાજપે અમદાવાદ મહાનગર પાલિકા માટે ભવ્ય બાઈક રેલી કાઢી હતી.

weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા
ત્યારે ભાજપ ના શાહીબાગ વિસ્તારમાં ભાજપ દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે શાહીબાગ ના વિસ્તારમાં વિકાસ ના કરવામાં આવેલ કામો ને લઈને સ્થાનિકો એ ભાજપ ના ઉમેદવાર ને ફૂલ હાર પહેરાવી ને આવકાર્યા હતા. અને ચારેય ઉમેદવાર મહાનગરપાલિકા માં જીત નો દાવો વ્યક્ત કર્યો હતો. શાહીબાગ વિસ્તારમાં ભરત પટેલ(લાલભાઈ ), જશુભાઈ ઠાકોર, પ્રતિભા જૈન અને જસમીનબેન ભાવસાર ને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે ચારેય ઉમેદવાર એ જીત બાદ લોકો ના કામ કરવાના સંકલ્પ કર્યા છે.
