Mahisagar News/ 714માંથી 620 ગામોમાં ગેરરીતિ, મહીસાગરમાં કૌભાંડનો મોટો ખુલાસો

22 જૂન 2025ના રોજ સામે આવ્યો હતો, જ્યારે વાસ્મોના યુનિટ મેનેજરે નળથી જળ યોજના (Mahisagar water scam)માં થયેલી ગેરરીતિ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Others
Mahisagar water scam: ભાજપના નેતા CIDના સકંજામાં

Mahisagar News:  મહીસાગર જિલ્લામાં સામે આવેલા કરોડોના નળ થી જળ કૌભાંડ (Mahisagar water scam)માં CID ક્રાઈમે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. સમગ્ર કૌભાંડમાં ભાજપના વધુ એક નેતાની સંડોવણી બહાર આવતાં રાજકીય ગલીઓમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેર ભાજપના નેતા તથા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની CID ક્રાઈમે ધરપકડ કરી છે.

CIDની તપાસમાં ખુલ્યું છે કે આરોપી મુકેશ શ્રીમાળી પાસે કૌભાંડથી સંબંધિત 1.3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ભાજપના કુલ 3 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Mahisagar water scamનો મોટો ખુલાસો

આ સમગ્ર મામલો 22 જૂન 2025ના રોજ સામે આવ્યો હતો, જ્યારે વાસ્મોના યુનિટ મેનેજરે નળથી જળ યોજના (Mahisagar water scam)માં થયેલી ગેરરીતિ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે CID ક્રાઈમે તપાસ શરૂ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લાના કુલ 714 ગામોમાંથી 620 ગામોમાં નળથી જળ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ છે. ખોટા બિલ, નકલી કામદારી, અને સરકારી નાણાંની ઉચાપત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું CIDની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

CID ક્રાઈમ દ્વારા આરોપીની પૂછપરછ ચાલુ છે અને કૌભાંડમાં અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની સંડોવણી અંગે પણ તપાસ તેજ બનાવવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા નકારી શકાતી નથી.

મહત્વનું છે કે નળથી જળ જેવી મહત્વપૂર્ણ યોજનામાં થયેલા આ કૌભાંડને લઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા

આ પણ વાંચો:મહીસાગરમાં 123.44 કરોડ રૂપિયાના નળ સે જળ કૌભાંડની તપાસ તેજ, CID ક્રાઈમે તલાટીઓ,સરપંચો પાસેથી માહિતી માંગી

આ પણ વાંચો:શિયાળામાં ગીઝર વગર પણ નળમાંથી આવશે હૂંફાળું પાણી! પાણીની ટાંકીમાં કરી લો આ 5 દેશી જુગાડ, લાઈટબિલનું ટેન્શન થશે દૂર