nikol/ પૂરઝડપે આવી રહેલી કારે એક જ પરિવારના 4 લોકોને અડફેટે લીધા

 નાની બાળકીને મોઢા અને હાથના ભાગે ઈજા

Top Stories Gujarat

Ahmedabad News : અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં રોડ પર જઈ રહેલા એક જ પરિવારના સભ્યોને પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે જોરદાર ટક્કર મારી હતી. એક પરિવારના બાળક સહિત ચાર લોકોને કારે ઉછાળી દીધા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કેટલાક લોકોએ ભાગી રહેલા કારચાલકનો પીછો કર્યો હતો પણ તે ફરાર થઈ ગયો હતો. આ બનાવ 31 મેના રોજ બન્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ બનાવની વિગત મુજબ નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31મીની રાત્રે તેમની પત્ની, સાળા અર્જુન અને દોઢ વર્ષની દિકરી સાથે ગુરૂકુળ વિસ્તારમાં હગયા હતા. તેઓ અહીંના એક કોમ્પ્લેક્સ સામે રોડની સાઈડમાં ઉભા રહ્યા હતા.  દરમિયામ પૂરઝડપે આવી રહેલા કારચાલકે તેમને અડફેટે લેતા ચારેય જમા ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા.

જોકે અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે આઈ ડિવીઝન ચટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કારચાલકની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના