Not Set/ રાજ્યમાં આ સ્થળેથી દારૂ-બીયરની 2692 બોટલો સાથે 2 શખ્સો ઝડપાયા

ચુડા તાલુકાના ભાણેજડા ગામથી દારૂ અને બીયરની 2692 બોટલો સાથે 2 શખ્સો ઝડપાઈ ગયા હતા.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાના ભાણેજડા ગામથી દારૂ અને બીયરની 2692 બોટલો સાથે 2 શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસ ટીમે 9.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂ-બીયરનો જથ્થો મંગાવનાર 2 બુટલેગરો સહિત 4 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

મેઘાની ધમાકેદાર એન્ટ્રી / રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો

ચુડા તાલુકા વિસ્તારોમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા PSI એચ.જી.ગોહીલ અને પોલીસ ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કામગીરી હાથ ધરી હતી. ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાણેજડા ગામના પ્રવિણ રાણીંગભાઈ ભાંભળા અને યુવરાજ દુલાભાઈ ભાંભળા જેઓ બન્ને ઘણાં દારૂના કેસો તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે. કાયદાની માયાજાળથી પરિચિત હોવાથી પોતાના બચાવ માટે બહારથી દારૂ-બીયરનો જથ્થો મંગાવી મકાન, વાડી જેવા સ્થળે રાખવાને બદલે સ્મશાન પાસેના ખરાબામાં ઉતાર્યો છે.

છેતરપીંડી: ભાવનગરના PI એ પુત્ર અને મિત્ર સાથે મળીને વેપારી સાથે કરી 30 લાખની છેતરપીંડી, પૈસા પરત માંગતા વેપારીને આપી

ચુડા પોલીસ ટીમે હકીકતવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડામાં દારૂ-બીયરની 2692 બોટલો કિંમત રૂ. 7,24,400 સાથે ચુડાના કોરડા ગામના ઘનશ્યામ વજાભાઈ ચુ.કોળી અને કરણ દેવજીભાઈ ચુ.કોળી ઝડપી પાડ્યા હતા. દારૂની હેરાફેરી કરતી બોલેરો કાર મળી કુલ 9,24,400 રૂ.નો મુદ્દામાલ કબજે કરી દારૂ-બીયરનો જથ્થો મંગાવનાર 2 બુટલેગરો સહિત 4 ઈસમો વિરૂધ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.