Not Set/ પુલની પોલ/  જાણો કયા રાજ્યના પુલ સૌથી ખરાબ સ્થિતિમાં છે..?

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI)ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કર્યું હતુ. જેમાં ગુજરાતનાં પુલ સૌથી ખરાબ છે. ખરાબ પુર બનાવવામાં ગુજરાત પહેલાં નંબરે છે. આ રિપોર્ટનાં આંકડા વિકાસનાં નામે બનેલાં પુલમાં વ્યાપક માત્રામાં ભ્રષ્ટાચાર  થયો હોવાનું જણાવી રહ્યો છે. જાણો ગુજરાતનાં પુલ કેવાં છે. CRRI […]

Top Stories Gujarat Others
download 7 પુલની પોલ/  જાણો કયા રાજ્યના પુલ સૌથી ખરાબ સ્થિતિમાં છે..?

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI)ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કર્યું હતુ. જેમાં ગુજરાતનાં પુલ સૌથી ખરાબ છે. ખરાબ પુર બનાવવામાં ગુજરાત પહેલાં નંબરે છે.

આ રિપોર્ટનાં આંકડા વિકાસનાં નામે બનેલાં પુલમાં વ્યાપક માત્રામાં ભ્રષ્ટાચાર  થયો હોવાનું જણાવી રહ્યો છે. જાણો ગુજરાતનાં પુલ કેવાં છે. CRRI એ એક 17 રાજ્યોમાં 425 પુલનું નિરીક્ષણ કર્યું છે.  જેનો રિપોર્ટ CRRI દ્વારા તૈયાર કરાયો હતો. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. CRRIના રિપોર્ટમાં લગભગ 281 તૃતીયાંશના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા હતા. બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યો છે.

bridge પુલની પોલ/  જાણો કયા રાજ્યના પુલ સૌથી ખરાબ સ્થિતિમાં છે..?

મોટા ભાગના પુલનું નિર્માણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ થયું છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે. CRRIએ કહ્યું કે નવા પુલની આ સ્થિતિ નિર્માણમાં લાપરવાહી વર્તવાને કારણે થઈ હતી. જો તાત્કાલિક સમારકામ હાથ નહી ધરાય તો મોટા ભાગનાં પુલ 10થી 12 વર્ષમાં ધરાસાઈ થાય તેવી આશંકા છે.

Skagit Bridge પુલની પોલ/  જાણો કયા રાજ્યના પુલ સૌથી ખરાબ સ્થિતિમાં છે..?

281માંથી 253 ફક્ત 5થી 7 વર્ષ જૂનાં છે. રિપોર્ટ મુજબ 2017માં દેશભરમાં 15, 514 અકસ્માત પુલ પર થયા હતા. તેમાં 5,542 લોકો મૃત્યુ પામ્યા અને 15, 893 લોકો ઘવાયા હતા. 2018માં પુલ પર 16 ,125 દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 5,693 મૃત્યુ પામ્યાં અને 16, 762 ઘવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.