Not Set/ અમદાવાદ/ જાહેરમાં પતિએ પત્ની અને સાસુ પર કર્યો છરા વડે હુમલો, સાસુનું મોત

અમદાવાદના સૌથી ભીડભાડ વાળા રિલીફ રોડ પર એક યુવકે બે મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા મોત નીપજ્યું છે જયારે બીજી મહિલાની સ્થિતિ ગંભીર છે. આ હુમલો કરનાર યુવક મૃતક મહિલાની દીકરીનો પતિ છે. કારંજ પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર રિલીફ રોડ પર આવેલ પત્થરકુવા પાસેથી […]

Ahmedabad Gujarat
mahi 7 અમદાવાદ/ જાહેરમાં પતિએ પત્ની અને સાસુ પર કર્યો છરા વડે હુમલો, સાસુનું મોત

અમદાવાદના સૌથી ભીડભાડ વાળા રિલીફ રોડ પર એક યુવકે બે મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા મોત નીપજ્યું છે જયારે બીજી મહિલાની સ્થિતિ ગંભીર છે. આ હુમલો કરનાર યુવક મૃતક મહિલાની દીકરીનો પતિ છે. કારંજ પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રિલીફ રોડ પર આવેલ પત્થરકુવા પાસેથી હેતલબેન ઠાકોર નામની મહિલા માતા શોભાબેન ઠાકર સાથે  જઈ રહી હતી ત્યારે કાલુપુરમાં રહેતા હેતલબેનના પતિ શૈલેષ ઠાકરે તેમની પર હુમલો કર્યો હતો. શૈલેષ ઠાકરે પત્ની અને સાસુ પર છરાના વડે હુમલો કર્યો હતો.જો કે ત્યારે હાજર રહેલ લોકોએ તેને પકડીને  કારંજ પોલીસને સોંપી દીધો છે. છરાના ઘાથી ગંભીર રીતે ઘાયલ થયેલા હેતલબેન અને તેમની માતા શોભાબેનને સારવાર માટે વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં શોભાબેનને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરના સમયે બનેલી આ ઘટનામાં હુમલો કરનારા શખસ અને પત્ની હેતલબેન વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. શૈલેષને એવી શંકા હતી કે તેની પત્નીનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે. આ બાબતે બન્નેને વારંવાર ઝઘડા પણ થતા હતા અને જેના કારણે હેતલ પતિનું ઘર છોડીને સાબરમતીમાં રહેતી માતાના ઘરે જતી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.