Not Set/ સુરત: બસચાલકે મારી કારને ટક્કર, મોટી દુર્ઘટના ટળી

સુરત, સુરત શહેરના ઉધનામાં મનપા સંચાલિત બીઆરટીએસ બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી એક કાર ચાલકને અટફેટે લીધો હતો. બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે આ અકસ્માત સર્જાયો હતો. જો કે આ બનાવમાં કાર ચાલકનો સદનસીબે બચાવ થયો હતો. પરંતુ તેની કારને 30 થી 40 હજારનું નુકસાન થયું હોવાનું તેણે જણાવ્યું હતુ. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે […]

Gujarat Surat Trending
rajkot 11 સુરત: બસચાલકે મારી કારને ટક્કર, મોટી દુર્ઘટના ટળી

સુરત,

સુરત શહેરના ઉધનામાં મનપા સંચાલિત બીઆરટીએસ બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી એક કાર ચાલકને અટફેટે લીધો હતો. બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે આ અકસ્માત સર્જાયો હતો.

જો કે આ બનાવમાં કાર ચાલકનો સદનસીબે બચાવ થયો હતો. પરંતુ તેની કારને 30 થી 40 હજારનું નુકસાન થયું હોવાનું તેણે જણાવ્યું હતુ. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરમાં લોકો વધુને વધુ મનપા બીઆરટીએસ બસમાં ટ્રાવેલીંગ કરે તે માટે સીટીબસ અને બીઆરટીએસ બસો ફાળવવામાં આવી છે, પરંતુ શું ખરેખર આ બસના જે ડ્રાઈવરોની નિમણુંક કરવામાં આવે છે તેને સાવચેતી રાખવા માટેના નિયમો આપવામા આવ્યા ન હોય તેવું લાગી રહ્યું છે કારણે બીઆરટીએસ બસમાં આવારનવાર અકસ્માતના બનાવો બને છે.

અકસ્માતમાં બસ ચાલકનો વાંક હોય તો પણ તેના પર આજદિન સુધી પગલા ભરવામાં આવતા નથી ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં પણ એક એવો બનાવ સામે આવ્યો છે. શિવદુતભાઈ ઉધના દરવાજાથી આવી રહ્યો હતો તે સમયે બીઆરટીએસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી શિવદુતભાઈની કારને ટકકર મારી દીધી હતી.

જો કે બનાવને પગલે કારચાલક તો બચી ગયો હતો. પરંતુ તેની કારને 40 થી 50 હજારનુ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતુ. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું બીઆરટીએસ બસ ચાલક વિરુધ્ધ પગલા ભરાશે કે કેમ તે હવે જોવું રહ્યું.

તો બીજુબાજુ ડિંડોલીમાં એક યુવક બીઆરટીએસની રેલિંગ કૂદી રોડ ક્રોસ કરવા જતા બીઆરટીએસની અડફેટે આવી ગયો હતો.  સદનસીબે તે યુવક  બચી ગયો અને તેને  સામાન્ય  ઇજા થઇ હતી. પરંતુ  આ મામલે લોકોએ અકસ્માત માટે બસ અને ડ્રાઇવર જવાબદાર હોવાના સુત્રોચ્ચારો કરી પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

જેને પગલે ડિંડોલી પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઇ હતી. મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા જેને  લઇને  કોઇ જાનહાન ના થઇ..બસના કાચ તૂટી ગયા હતા. ડિંડોલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.