Not Set/ એસટી બસ ડ્રાઇવરને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો કેમ!

છોટા ઉદેપુર. ગુજરાતમાં બેફામ સ્પીડમાં બસ ચલાવતા ડ્રાઇવરો ચેતી જાય તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્ય કોર્ટે એસટી બસ ડ્રાઇવરોને આજીવન કેદની સજા સંભળાવી છે.જો કે જોવામાં આવે તો આવો ચુકાદો કોર્ટ દ્વારા ભાગ્યે જ જોવા મળે છે. છોટાઉદેપુર જીલ્લામાં જમીનનાં ઝઘડાની અદાવતમાં એસટી બસનાં ચાલકે અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારી દેવાના ગુનામાં […]

Top Stories Gujarat Others
st matter એસટી બસ ડ્રાઇવરને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો કેમ!

છોટા ઉદેપુર.

ગુજરાતમાં બેફામ સ્પીડમાં બસ ચલાવતા ડ્રાઇવરો ચેતી જાય તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્ય કોર્ટે એસટી બસ ડ્રાઇવરોને આજીવન કેદની સજા સંભળાવી છે.જો કે જોવામાં આવે તો આવો ચુકાદો કોર્ટ દ્વારા ભાગ્યે જ જોવા મળે છે.

છોટાઉદેપુર જીલ્લામાં જમીનનાં ઝઘડાની અદાવતમાં એસટી બસનાં ચાલકે અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારી દેવાના ગુનામાં એસટી બસના ચાલકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના રતનપુર ખાતે રહેતા અને બોડેલી એસટી ડેપોમાં બસ ડ્રાઈવરની ફરજ બજાવતા ભરત મંગુ વણકરને રતનપુર ગામની સર્વે નંબર 70 તથા 56 વાળી જમીનનાં હદ બાબતે ગામના જ ઈશ્વરભાઈ ચુનિલાલ વસાવા સાથે ગત તારીખ 28/06/2013 નાં દિવસે ઝગડો અને મારામારી થયેલઈ હતી. તે વખતે ડ્રાઈવર ભરતને ઈજાઓ પણ પહોંચી હતી.

ત્યારે ભરત વણકરે એસટી બસ ચડાવી દઈ મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. એસટી ડ્રાઈવરે આપેલ ધમકીને લઈ બસ ડ્રાઈવર સામે બોડેલી એસટી ડેપો મેનેજરને આ ડ્રાઈવરને સંખેડા રામપુરા રૂટ ઉપરથી બદલી નાખવા અને સંખેડા પોલીસમાં ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોધાવી હતી.

ફરિયાદને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસની 20/02/2014 નાં રોજ મુદ્દતમાં આવેલા ઈશ્વર વસાવા અને વિપુલ વસવા બાઈક ઉપર પરત ફરી રહ્યા હતા. ત્યારે સંખેડાના કોઠિયા પાસે એસટી બસ લઈને આવી રહેલા ભરત મંગુ વણકરે બાઈક સવાર બંનેને બસની અડફેટે લેતા બંનેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ ઘટના સંબંધે સંખેડા પોલીસમાં હત્યાનો ગુનો નોધવામાં આવ્યો હતો અને આ ગુના અંગે છોટાઉદેપુરની સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા વિદ્વાન સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી IPC ની કલમ 302 મુજબના ગુનામાં 235(2) મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા રૂપિયા 5000/- દંડની સજાનો હુકમ ઉપરાંત IPC 427 નાં ગુના સબબ 3 માસની સાદી કેદ અને રૂપિયા 500/- નાં દંડની સજા ફટકારી છે.