બનાસકાંઠા/ દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

દેહવ્યાપારમાં બદનામ વાડિયા ગામની દીકરીઓએ આઝાદી બાદ સૌ પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપી, શિક્ષણનો અલખ જગાવ્યો છે. આવનાર વર્ષોમાં ગામની દીકરીઓ દેહવ્યાપાર છીડીને ચોક્કસ ગામને નવી ઓળખ આપશે

Top Stories Gujarat
1 91 દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

દેહવ્યાપારમાં બદનામ થયેલ ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરી ધોરણ 12 પાસ કર્યું. તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ (education)તરફ જતા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યાનો અહેસાસ થયો. જ્યારે પણ દેહવ્યાપાર(prostitution) ની વાત નીકળે ત્યારે બનાસકાંઠાના થરાદનું વાડિયા (vadiya) ગામ ચર્ચા માં આવે છે. 250 પરિવાર માં 700 જેટલા લોકો રહે છે. વર્ષોથી ગામ દેહવ્યાપાર (prostitution) સાથે સંકળાયેલ હતું.

1 92 દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં (prostitution) ધકેલી દેવામાં આવતી હતી. અને આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું. પણ સમય જતાં સરકાર સંગઠન અને સમજસેવી સંસ્થાના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે. આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયા ગામની દીકરી રવીનાએ ધોરણ 12 પાસ કરીને 60 ટકા મેળવી ચુકી છે. જયારે ગામની પાંચ દીકરીઓ (girls) પણ ધોરણ 10 પાસ કરી ચુકી છે. બદનામ ગામની બહાર રહી ને જયારે દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને પરિણામ મેળવ્યા બાદ આજે અન્ય દીકરીઓ ને શિક્ષણ (education) મેળવવાની અપીલ કરી રહી છે.  સમાજ અને ગામને શિક્ષિત દીકરીઓ અપીલ કરતા જૂનો વ્યવસાય છોડી ને દીકરીઓ ને શિક્ષણ આપવાની હિમાયત કરી રહી છે.

1 93 દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

દેહવ્યાપારમાં (prostitution) બદનામ ગામમાં આજ થી થોડાક વર્ષો પહેલા દીકરીઓનુ શોષણ થતું હતું. ગામના બેકાર યુવાનો લૂંટફાટ કરતા હતા. આ ગામમાં બહારના ઘણા યુવાનો લૂંટાઈ ચુક્યાના અનેક દાખલાઓ છે. પણ સરકાર અને તંત્રએ કડક નજર કરતા અને સામાજિક સંગઠનો સ્થાનિકોમાં જાગૃતિ લાવતા આ ગામ હવે પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ગામમાં શાળા (school) બની છે.  મકાનો પાકા બન્યા છે.  વર્ષો જુના કલંક ને ભૂસવા ગામના જ આગેવાન હવે તૈયાર છે.  ત્યારે આવનાર વર્ષોમાં આ ગામ ની દશા અને દિશા બદલાય એ નક્કી જ છે.

1 94 દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

વી એસ એસ ના ચેરમેન મીતલ બેન ના અર્થગ પ્રયત્ન થકી આજે ગામ ની તાસીર બદલાઈ છે.  ગામના લોકોને વગર વ્યાજે લોન આપી વ્યવસાય કરતા કર્યા છે. શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓ ને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા (vadiya) ગામ ના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે.  ગામ ધીરે ધીરે દેહવ્યાપારમાંથી બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.  વર્ષો પહેલા નાના ઝુંપડા માં વહેંચાયે ગામ આજે પાકા મકાન સોચાયલ ની સાથે અન્ય સુવિધા તરફ દોટ મૂકી રહ્યું છે.  દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો આજે પણ મિતલ બેન નો પડ્યો બોલ ઝીલી રહ્યા છે.  અને મીતલ પટેલ એ પણ શિક્ષણ અને આર્થિક સ્પોટ કરીને ગામ પર લાગેલ દેહવ્યાપરની (prostitution) કાળી ટીલી ભૂસવા તૈયાર છે.  મિતલ બેનના  પ્રયાસ થકી આજે વાડિયા ગામ ના અનેક બાળકો અમદાવાદ (ahmedabad) પાટણ ડીસા પાલનપુર અને થરાદ માં શિક્ષણ (education) લઈ રહ્યા છે.  જે આવનાર વર્ષો માં આ જ ગામ ને નવી દિશા આપશે.

વી એસ એસ ના ચેરમેન મીતલ બેન
વી એસ એસ ના ચેરમેન મીતલ બેન

વાડિયા ગામ ના ઉથાન માટે અને દેહવ્યાપાર(prostitution) બંધ થાય એ માટે થરાદના શારદા બેનના પ્રયત્ન પણ સરાહનીય છે. આજે પણ પોતાની હોસ્ટેલમાં વાડિયા ના 50 બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે. રવીના ના માતાએ મોત સમયે શારદા બેનને ભણાવવાની જવાબદારી સોંપી એ જ રવીના આજે ધોરણ 12 પાસ કરી ચુકી છે.  થરાદ ખાતે રહી ને વાડિયા ગામ માટે શિક્ષણ માટે સતત ચિંતિત છે.  અને ગામની બદી દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. કહેવાય છે  કે વર્ષો જુના દુષણ ને નાથવામાં સમય તો લાગે પણ હવે શરૂઆત થવા લાગી છે જેનો આજે સામાજિક સંગઠન સંતોષ માની રહ્યા છે. અને શિક્ષણ થકી ગામમાં પરિવર્તન લાવવાના સફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

શારદા બેન લીંબચીયા પ્રમુખ એન જી ઓ થરાદ
શારદા બેન લીંબચીયા પ્રમુખ એન જી ઓ થરાદ

હાલ તો આ વર્ષે આવેલ શિક્ષણનું પરિણામ એ આવનાર નવીન વર્ષ માટે ઉદાહરણ બની રહેશે. આજે જે રવીના એ ગામ ને શિક્ષણ ની મિશાલ બતાવી છે એ જ મિશાલ આવનાર વર્ષોમાં ગામની દીકરીઓ દેહવ્યાપાર છીડીને શિક્ષણ ક્ષેત્રે સફળ થશે એમાં કોઈ બે મત જ નથી.