Not Set/ ઉન્નાવ બાદ હવે મેરઠમાં દુષ્કર્મ પીડિતા પર થયો હુમલો, કેસ પાંછો ન ખેંચતા ચહેરા પર ફેંક્યુ તેજાબ

દેશમાં મહિલાઓ વિરુદ્ધ બર્બરતા હજુ પણ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. પહેલા હૈદરાબાદમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ જીવતા સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ ઉન્નાઓ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને કોર્ટમાં જતાં રસ્તામાં જીવતી બાળી દેવામાં આવી હતી, ત્યારબાદ મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ બંને ઘટના બાદ દેશભરમાં લોકોનો ગુસ્સો હજી શાંત થયો […]

Top Stories India
Acid attack ઉન્નાવ બાદ હવે મેરઠમાં દુષ્કર્મ પીડિતા પર થયો હુમલો, કેસ પાંછો ન ખેંચતા ચહેરા પર ફેંક્યુ તેજાબ

દેશમાં મહિલાઓ વિરુદ્ધ બર્બરતા હજુ પણ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. પહેલા હૈદરાબાદમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ જીવતા સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ ઉન્નાઓ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને કોર્ટમાં જતાં રસ્તામાં જીવતી બાળી દેવામાં આવી હતી, ત્યારબાદ મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ બંને ઘટના બાદ દેશભરમાં લોકોનો ગુસ્સો હજી શાંત થયો પણ નહોતો, ત્યારે હવે મેરઠમાંથી પણ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પર એસિડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર 30 વર્ષીય મહિલાએ કોર્ટમાંથી ચાર લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ પાછો ખેંચવાની મનાઇ કરી દીધી હતી, ત્યારે ચારે આરોપીઓએ શનિવારે મહિલા પર એસિડ વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ મહિલા 30 ટકા દાઝી ગઇ છે અને તેની સારવાર મેરઠની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, મહિલાએ દુષ્કર્મનો કેસ પાછો લેવાની ના પાડી દીધી હોવાથી ચારે આરોપીઓ બુધવારે રાત્રે પીડિતાનાં ઘરે ઘૂસી ગયા હતા અને તેના પર એસિડ ફેંકી દીધો હતો.

શાહપુર પોલીસ સ્ટેશનનાં સર્કલ ઓફિસર ગિરજા શંકર ત્રિપાઠીએ જણાવ્યું કે, મહિલા પર એસિડ ફેંકનારા ચાર લોકોની ઓળખ થઈ ગઈ છે. આ આરોપીઓનાં નામ આરિફ, શાહનવાઝ, શરીફ અને આબીદ છે, જે કસેરવા ગામનાં રહેવાસી છે. હાલ ચારેય આરોપી ફરાર છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જણાવી દઈએ કે મહિલાએ તાજેતરમાં કોર્ટમાં ચારેય પર દુષ્કર્મ કેસ દાખલ કર્યો હતો.

વળી જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું કે મહિલા પોલીસ ફરિયાદ કરવાને બદલે કોર્ટમાં કેમ આવે છે, પોલીસ સુત્રએ જણાવ્યું કે મહિલાએ અગાઉ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન પોલીસે કોઈ પણ પ્રકારનાં પુરાવા ન હોવાના કારણે કેસ બંધ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે એસિડ એટેક કેસમાં અમે આરોપી વિરુદ્ધ કલમ 326 એ હેઠળ કેસ નોંધ્યો છે. જણાવી દઇએ કે આઈપીસીની કલમ 326 એ હેઠળ દોષિતને 10 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીઓ વિરુધ્ધ જુદી જુદી કલમો દાખલ કરવામાં આવી છે, જેમાં કલમ 452, 504, 506 નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.