જમ્મુ-કાશ્મીર/ શ્રીનગરમાં સુરક્ષાકર્મીઓને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકીનો કર્યો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. શ્રીનગરમાં સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કરનાં આતંકી તરીકે થઈ છે.

Top Stories India
J&K Encounter

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. શ્રીનગરમાં સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કરનાં આતંકી તરીકે થઈ છે. આજે (રવિવારે) વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું અને થોડી જ વારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં Active કેસ

આપને જણાવી દઇએ કે, રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરનાં હરવાના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણનાં સમાચાર સામે આવ્યા હતા. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. જો કે હજુ સુધી તે આતંકીનાં નામ કે ઓળખ વિશે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ ઓળખ પર ચોક્કસપણે જાણવા મળ્યું કે માર્યો ગયો આતંકવાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. આ એન્કાઉન્ટર રવિવારે વહેલી સવારે થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીને પગલે સુરક્ષા દળોએ હરવાનામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે અથડામણ શરૂ થઈ હતી.

પોલીસે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ અને તે જે સંગઠન સાથે સંકળાયેલો હતો તેની ઓળખ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, બે દિવસ પહેલા કુલગામમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભૂતકાળમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બે દિવસ પહેલા એટલે કે ગુરુવારે કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે કહ્યું છે કે, સુરક્ષા દળોએ બુધવારે રાત્રે કુલગામ જિલ્લાનાં રેડવાની વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તેણે કહ્યું કે, આ દરમિયાન આતંકીઓએ તેના પર ગોળીબાર કર્યો, જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર પણ શરૂ થઈ ગયું. વહેલી સવારે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.