Covid-19/ દેશ અને દુનિયામાં આવી છે કોરોના વાઇરસની સ્થિતિ, જાણો કયા કેટલા કેસ નોધાયા 

દેશ અને દુનિયામાં આવી છે કોરોના વાઇરસની સ્થિતિ, જાણો કયા કેટલા કેસ નોધાયા 

Top Stories India
covid 1 દેશ અને દુનિયામાં આવી છે કોરોના વાઇરસની સ્થિતિ, જાણો કયા કેટલા કેસ નોધાયા 

વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 9,00,93,060 થઈ ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 19,35,074 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં લગભગ 6,44,89,101 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને બ્રાઝિલમાં કોરોના વાયરસના ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે.

યુ.એસ. માં ઇન્ફેક્શનના કુલ કેસ લગભગ 2.26 કરોડ સુધી પહોંચી ગયા છે. યુ.એસ. માં, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,26,99,938 ને વટાવી ગઈ છે, જ્યારે ત્યાં અત્યાર સુધી 381,480 લોકો મૃત્યુ પામ્યા છે. દુનિયા માં હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 2,36,68,885  છે. ત્યારે અમેરિકામાં છેલ્લા 24કલાક માં 2.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 1800 લોકોના મોત નીપજ્યાં છે.વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ મહાસત્તા અમેરિકા ને હચમચાવી નાખ્યું છે. અહી સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

make in india / હવે ભારતમાં જ બનશે રાફેલ, જેટ અને પેન્થર હેલિકોપ્ટર, ફ્રાન્સ…

જયારે ભાર દેશની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24  કલાકમાં રીકવરી અને નવા કેસની સંખ્યા લગભગ સમાંતર જોવા મળી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16000 નવા કેસ સામે આવ્યા છે તો સાથે 16700લોકો સ્વસ્થ્ય થઈને ઘરે પહોચ્યા છે. દેશમાં એક્ટીવ કેસની સંખ્યા2.19 છે.

*દેશ અને દુનિયામાં આટલા કેસ સામે આવ્યા *

covid દેશ અને દુનિયામાં આવી છે કોરોના વાઇરસની સ્થિતિ, જાણો કયા કેટલા કેસ નોધાયા 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…