Not Set/ અમદાવાદનાં CA એ ચાંદખેડાનાં કોન્ટ્રાક્ટર સાથે કરી 14 કરોડની ઠગાઇ

ગાંધીનગર: કોબા પાસે જમીન ધરાવતા અમદાવાદના ચાંદખેડાનાં કોન્ટ્રાકટરને CA સહિતના કેટલાક શખસો દ્વારા સ્કીમ બાંધવા પ્રેરીને પછી ભાગીદાર બની જઇને રૂ.14 કરોડનો ચુનો લગાડવાની ઘટના સામે આવી છે. નાણા તેમણે બંગલા અને અન્ય સાઇટમાં વાપર્યા હતા. આ અંગે CA અને પરીવારનાં સભ્યો સહિત છ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવાઈ છે. જેના અંતર્ગત પોલીસે સીએના પિતાની ધરપકડ […]

Top Stories Ahmedabad Gujarat Trending
CA has fraud rs. 14 crores with Chandkheda contractor

ગાંધીનગર: કોબા પાસે જમીન ધરાવતા અમદાવાદના ચાંદખેડાનાં કોન્ટ્રાકટરને CA સહિતના કેટલાક શખસો દ્વારા સ્કીમ બાંધવા પ્રેરીને પછી ભાગીદાર બની જઇને રૂ.14 કરોડનો ચુનો લગાડવાની ઘટના સામે આવી છે. નાણા તેમણે બંગલા અને અન્ય સાઇટમાં વાપર્યા હતા. આ અંગે CA અને પરીવારનાં સભ્યો સહિત છ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવાઈ છે. જેના અંતર્ગત પોલીસે સીએના પિતાની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રકુમાર પટેલ દ્વારા એસઓજી સમક્ષ ફરીયાદ નોંધાવીને જણાવ્યું છે કે, અમદાવાદ-ગાંધીનગર રોડ પર આવેલા કોબા ગામની સીમમાં તેમની માલિકીની ૯૩૮૫ ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન પર બાંધકામ કરવાના મામલે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) કુંજલ ચંદ્રકાંત મહેતા સાથે પરિચય થયો હતો.

આ પરિચય બાદ કુંજલે આ જમીન કોબા જૈન દેરાસરથી નજીક હોવાનું કહીને જૈનોનાં જાણીતા જ્યોતિષ આચાર્ય પ્રિતેશ શાહની પાસે લઇ ગયા હતા. જ્યાં જ્યોતિષ આચાર્ય પ્રિતેષ શાહે ભુપેન્દ્રભાઇ પટેલને કહ્યું હતુ કે, અમારી પાસે 700 ફલેટનાં વેચાણની યાદી તૈયાર છે. જેમાં જૈનોનું મોટુ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ દરેક ફ્લેટ ખરીદનારને રૂ.15 લાખની સહાય કરનાર છે. આથી જમીન પર તમારે માત્ર ડેવલપમેન્ટ કરવાનું રહે છે અને બુકીંગથી માંડીને બાકીની તમામ આર્થિક જવાબદારી અમારી રહેશે. પરંતુ તેનાં મહેનતાણા પેટે રૂ. 1 કરોડ આપવાનાં રહેશે.

આ પછી રાજલબ્ધી ઇન્ફ્રાસ્ટ્રકટર નામે કોબા ખાતે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્રોજેક્ટ શરૂ કર્યા પછી ભુપેન્દ્રભાઈએ પૈસાની માંગણી કરતાં કુંજલ મહેતાએ એવી ખાતરી આપી હતી કે, મારી સારી એવી ઓળખાળ છે અને લોન અપાવીને તમારી સ્કીમને પૂરી કરાવી આપીશ. આ પછી કુંજલ મહેતાએ આ સ્કીમમાં 68 ફ્લેટ બુક કરાવી આપ્યા હતા. આ પછી કુંજલ મહેતા તેનો વહીવટ પણ ભુપેન્દ્રભાઈની ઓફિસમાંથી તેનાં પિતા ચંદ્રકાંત મહેતા સાથે બેસીને કરતો હતો.

આમ સીએ કુંજલ મહેતા અને અન્ય આરોપીઓએ ફ્લેટ બુકિંગ પેટેના રૂપિયા ૧૨ કરોડ તથા બીજા બે કરોડ રૂપિયા મળીને કુલ રૂ. ૧૪ કરોડની છેતરપિંડી કરી હતી.

આ મામલે એસઓજીએ ભુપેન્દ્રભાઈ પટેલની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી અંતર્ગત એસઓજીએ આરોપી સીએ કુંજલ મહેતાના પિતા ચંદ્રકાન્ત મહેતાની ધરપકડ કરી છે.