Not Set/ આજથી ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરી શરુ, બે દિવસ સુધી ચાલશે

ગુજરાતમાં ગીધની ચાર પ્રજાતિ જ હાલ જોવા મળી રહી છે, બાકીની પ્રજાતિઓ સમયાંતરે લુપ્ત થતી ગઈ છે. ગુજરાતમાં આજ રોજથી ગીધની વસ્તી ગણતરી શરુ થવા જઈ રહી છે, જે 9 થી 10 જુનથી એમ બે દિવસ સુધી શરુ રહેશે. સમયાંતરે થયેલા ગીધના ઘટાડાને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. અત્યારની પરિસ્થિતિમાં નજર નાખવામાં આવે ત્યારે ગીધની […]

Top Stories Gujarat
12 1451411687 આજથી ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરી શરુ, બે દિવસ સુધી ચાલશે

ગુજરાતમાં ગીધની ચાર પ્રજાતિ જ હાલ જોવા મળી રહી છે, બાકીની પ્રજાતિઓ સમયાંતરે લુપ્ત થતી ગઈ છે.

ગુજરાતમાં આજ રોજથી ગીધની વસ્તી ગણતરી શરુ થવા જઈ રહી છે, જે 9 થી 10 જુનથી એમ બે દિવસ સુધી શરુ રહેશે. સમયાંતરે થયેલા ગીધના ઘટાડાને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. અત્યારની પરિસ્થિતિમાં નજર નાખવામાં આવે ત્યારે ગીધની માત્ર ચાર પ્રજાતિઓ જ ગુજરાતમાં જોવા મળી રહી છે, અન્ય પ્રજાતિઓ લુપ્ત થઇ ચુકી છે.

વન વિભાગ ગીર ફાઉન્ડેશનના ઓર્નીથોલોજીસ્ટો દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં અંદાજીત ગણતરી કરવાની કામગીરી લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં હાલ ગિરનારી ગીધ, ખેરો, સફેદ પીઠવાળા ગીધ અને રાજગીધ એમ માત્ર ચાર પ્રજાતિઓ જ અસ્તિત્વમાં બચી છે, અન્ય પ્રજાતિઓ સમયાંતરે લુપ્ત થઇ ચુકી છે.

વન વિભાગ ગીર ફાઉન્ડેશનના ઓર્નીથોલોજીસ્ટો એવું માનવું છે કે આ ગણતરીમાં પહેલાની તુલનામાં સફેદ ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ અન્ય ત્રણ પ્રજાતિમાં વધારો નોંધાઈ શકે છે એમ જણાવવામાં આવ્યું હતું. ગીધ કુદરતી સફાઈ કામદાર છે, જે જાતે શિકાર કરી શકાતું નથી. પરંતુ કોઈ પહું દ્વારા જયારે મારણ કરવામાં આવે અથવા કોઈ પશુ મારી જતા હોય છે ત્યારે ગીધ આવી તેમાંથી ખોરાક મેળવે છે અને કુદરતી વાતાવરણને સ્વચ્છ બનાવી રાખે છે.

ગુજરાતમાં અમુક જગ્યાઓએ એવા એનજીઓ ચાલે છે જે ગીધોને બચાવવાના કામ કરે છે પરંતુ જયારે સૌરાષ્ટ્રની બ્વાટ કરવામાં આવે ત્યાર ત્યાં આવા કોઈ પણ એનજીઓ જોવા મળતા નથી.

વર્ષ 2016 ના આંકડાઓ અનુસાર જિલ્લાવાર કરવામાં આવેલી ગીધની ગણતરીમાં નિમ્ન આંકડાઓ નોધાયા હતા.

 

બનાસકાંઠામાં 72, ગાંધીનગરમાં 5, મહેસાણા 62, પાટણ 2, સાબરકાંઠા 62, અમદાવાદ 56, આણંદ 73, ખેડા 2, મહીસાગર 13, પંચમહાલ 9, વડોદરા 4, ડાંગ 43, વલસાડ 66, કચ્છ 72, અમરેલી 90, ભાવનગર 86, ગીર-સોમનાથ 44, જૂનાગઢ 152, સુરેન્દ્રનગર 86 એમ કુલ 999 ગીધ નોંધાયા હતા.