- વડોદરા:વિશ્વામિત્રી નદીમાં મગર યુવાનને ખેંચી ગયો
- વિશ્વામિત્રી નદીના પટમાં મગરે લીધો યુવાનનો ભોગ
- રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતા રેસ્ક્યું કરાયું
- અડધો કલાકની બાદ યુવાનનો મૃતદેહ બહાર કઢાયો
- રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતા રેસ્ક્યું કરાયું
Vadodara News: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર ખેંચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી બોટને નદીમાં ઉતારી હતી અને બૂમો પાડીને મગરને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મગર તેના જડબામાં રાખેલ યુવકના મૃતદેહને છોડી દે. બાદમાં એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે યુવકને બહાર કાઢ્યો હતો, પરંતુ માત્ર તેનો મૃતદેહ જ બહાર કાઢી શક્ય હતા. પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ પર આજે મગર એક યુવકના મૃતદેહ સાથે નજરે પડતા લોકો ભેગા થઈ ગયા હતા. મરનાર યુવકે પેન્ટ પહેરેલ હતો અને ઉપર શર્ટ કે ટીશર્ટ કાંઈ ન હતું. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ નદી કિનારે ગોઠવાઈ હતી. જે દરમિયાન ચાર થી પાંચ મગરો ધસી આવ્યા હતા. જ્યારે યુવકનો શિકાર કરનાર મગર મૃતદેહ લઈને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે ફાયર બ્રિગેડે બૂમો પાડીને મગરોને ભગાડી મૂક્યા હતા. ત્યારબાદ લાશને જે દિશામાં લઈ જવામાં આવી હતી તે દિશામાં શોધખોળ કરતાં મગર લાશને છોડીને ભાગી ગયો હતો. ફાયર બ્રિગેડે અજાણ્યા યુવકની લાશને બહાર કાઢી રાવપુરા પોલીસને સોંપી હતી.
આ ઘટના પગલે લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડતા ટ્રાફિક જામ સર્જાતા સયાજીગંજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકટોળા દૂર કરી પોલીસે મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના વાલી વારસાની તપાસમાં લાગી છે. આ સાથે યુવક પોતે નદીમાં પડ્યો કે મગર કિનારેથી યુવકને ખેંચી ગયો આ મામલે પણ પ્રત્યદર્શી સહિતના લોકોની પૂછપરછ કરી રહી છે. અગાઉ પણ અનેકવાર નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચુકી છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ
