Not Set/ યુદ્ધને પહોંચી વળવા માટે ભારતે 20 હજાર કરોડન કર્યા રક્ષા કરાર

નવી દિલ્હીઃ સર્જિકલ સ્ટ્રાઇક અને સરહદ પર તણાવની પરિસ્થિતિમાં ભારતે સાવચેતીના પગલા રૂપે પોતાના રક્ષા ઉપકરણો યુદ્ધ સામગ્રીને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વના પગલા લીધા છે. સરકાર તરફથી પાછલા ત્રણ મહિનામાં  યુદ્ધ સામગ્રી સાથે જોડાયેલા 20 હજાર કરોડ ઇમરજન્સી સમજૂતી કરવામાં આવી છે. જેથી કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેનાને તુરંત તૈયાર કરી […]

India
યુદ્ધને પહોંચી વળવા માટે ભારતે 20 હજાર કરોડન કર્યા રક્ષા કરાર

નવી દિલ્હીઃ સર્જિકલ સ્ટ્રાઇક અને સરહદ પર તણાવની પરિસ્થિતિમાં ભારતે સાવચેતીના પગલા રૂપે પોતાના રક્ષા ઉપકરણો યુદ્ધ સામગ્રીને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વના પગલા લીધા છે. સરકાર તરફથી પાછલા ત્રણ મહિનામાં  યુદ્ધ સામગ્રી સાથે જોડાયેલા 20 હજાર કરોડ ઇમરજન્સી સમજૂતી કરવામાં આવી છે. જેથી કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેનાને તુરંત તૈયાર કરી શકાય

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા અહેવાલ અનુસાર રક્ષા મંત્રાલય તરફથી જમ્મુ અને કાશ્મીરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ઉડી આતંકવાદી હૂમલા બાદ સરકારે રૂસ, ઇઝરાયલ અને ફ્રાંસ સાથે આ રક્ષાને લગતા કરાર કર્યા હતા. સેનાના યુદ્ધની પરિસ્થિતિમાં શસ્ત્ર સરંજામની કમી ના થાય તેને ધ્યાનમાં રાખીને પગલા લેવામાં આવ્યા છે.

સરકાર અને ત્રણેય સેનાના પ્રમુખોની અધ્યક્ષતા વાળી સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જેને કટોકટીની પરિસ્થિતિમાં વિશેષ નાણાં ફાળવવામાં આવ્યા છે. આ વખતેના બજેટમાં સેના માટે અલગથી કોઇ ફંડની વાત ભલે ના કરવામાં આવી હોય પરંતું અંદાજે 86 કરોડ રૂપિયાથી સૈના પોતાની જરૂરત પુરી કરી શકે છે.

રક્ષા કરારમાં વાયુસેના તરફથી 9200 કરોડના 43 સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. થલ સેનાએ પણ  રૂસની કંપનીઓ સાથે 10 સમજૂતી  કરી છે. આ રક્ષા સંબધી સામગ્રીની ખરીદી કર્યા બાદ ભારતીય સેના કોઇ પણ આતંકવાદી હૂમલા સામે ટકી રહેવા માટે મજબૂતી સાથે તૈયાર રહેશે.

ભારતના રૂસ સાથે થયેલા કરાર મુજબ T20 ટેન્ક અને 72 ટેન્ક માટે ગોળા બારૂદની ખરીદી કરશે. છેલ્લા ઘણા વર્ષોથી સેનાને આ રક્ષા ઉપકરણોની જરૂર હતી. અને કરાર ના થયેલા હોવાને લીધે ગોળો બારૂદ ખરીદવામાં આવતો નહોતો.  હવે સામાનની ખરીદી બાદ સેનાને વધુ મજબૂતી મળશે.