રસીકરણ/ AMTS-BRTSમાં કરો છો મુસાફરી, તો સાવધાન, હવે સાથે રાખવું પડશે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ

વેક્સિન લીધી હશે તો જ અમદાવાદ મનપાની AMTS-BRTSમાં  મુસાફરી કરવા દેવાશે. મુસાફરી માટે રસી લીધી હશે તેને જ મંજુરી આપવામાં આવી છે.

Ahmedabad Top Stories Gujarat
indira gandhi 3 AMTS-BRTSમાં કરો છો મુસાફરી, તો સાવધાન, હવે સાથે રાખવું પડશે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ

વેક્સિનને લઈ બસમાં મુસાફરોનું કરાશે ચેકિંગ

અમદાવાદમાં બસમાં મુસાફરોનું કરાશે ચેકિંગ

ગુજરાત રાજ્યમાં રસીકરણ અભિયાને વેગ પકડ્યો છે. તો સાથે કોરોનાની બીજી લહેર પણ હવે શાંત પડી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગર અપલીકાના મેયર દ્વારા વેક્સીનેશન મુદ્દે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમારે  પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, વેક્સિન લીધી હશે તો જ અમદાવાદ મનપાની AMTS-BRTSમાં  મુસાફરી કરવા દેવાશે. મુસાફરી માટે રસી લીધી હશે તેને જ મંજુરી આપવામાં આવી છે.

કાળાબજારી / રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ થતી હતી બુક

મનપાની બસમાં મુસાફરો માટે વેકસીનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તો બસમાં મુસાફરી કરતા નાગરિકો માટે વેકસીનેશનનું સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી ફરજીયાત કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં AMTS BRTS બસોમાં મુસાફરોનું ચેકીંગ કરવામાં આવશે. મુસાફરોએ વેકસીન લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.  વેકસીનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડી શકે છે. અને જે લોકોએ વેકસીન નહિ લેનાર ને હેલ્થ સેન્ટર પર વેકસીન લેવા સૂચના આપવામાં આવશે. જે કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા આ મહત્વનો નિર્ણય લીધો છે.