Not Set/ 2002ના કોમી રમખાણના ષડયંત્રની તપાસ SIT કરી ન હતી, કેસથી લોકોને બચાવ્યા : જાકિયા જાફરી

SIT એ રમખાણોના મોટા ષડયંત્રની તપાસ કરી ન હતી. બજરંગ દળના લોકો, પોલીસ,અધિકારીઓ અને અન્ય લોકોને કેસથી બચાવવાના કામ કર્યુ

Top Stories Gujarat
122222222 2002ના કોમી રમખાણના ષડયંત્રની તપાસ SIT કરી ન હતી, કેસથી લોકોને બચાવ્યા : જાકિયા જાફરી

2002ના ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહશાન જાફરીની પત્ની જાકિયા જાફરીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. જાકિયાએ આક્ષેપ કર્યો હતો કે રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ રમખાણોના મોટા ષડયંત્રની તપાસ કરી ન હતી. બજરંગ દળના લોકો, પોલીસ,અધિકારીઓ અને અન્ય લોકોને કેસ બચાવવાના કામ કર્યુ છે. અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલી હિંસામાં અહેસાન જાફરીનું મોત થયું હતું. જાફરીની પત્નીએ આ કેસમાં ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

જાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ એએમ ખાનવિલકરની બેન્ચને કહ્યું કે SITએ તેનું કામ કર્યું નથી. આ સાથે રાજ્યના સંબંધિત અધિકારીઓએ હિંસા દરમિયાન નિષ્ક્રિય રહીને ટોળાને હિંસા કરવાની મંજૂરી આપી હતી.આ મામલાની સુનાવણી કરતી બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ સામેલ હતા. સિબ્બલે વધુમાં કહ્યું હતું કે હિંસાની કોઈ તપાસ થઈ નથી. માત્ર લોકોને બચાવવા અને કોઈની સામે કાર્યવાહી ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વીએચપીના લોકો, બજરંગ દળના લોકો, અધિકારીઓ અને પોલીસવાળાઓ બચી ગયા. SITએ આ બધું કામ કર્યું.

દિવસભર ચાલેલી ચર્ચા દરમિયાન સિબ્બલે કહ્યું કે જાકિયા જાફરીએ વર્ષ 2006માં રમખાણોના મોટા ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો, પરંતુ SITએ તેની તપાસ કરી ન હતી. આ મામલે વધુ સુનાવણી 16 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો…