Not Set/ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયા ચાર અવકાશ યાત્રી

એલન મસ્કની કંપની સ્પેસએક્સએ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને 4 અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.

Tech & Auto
Untitled 166 ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયા ચાર અવકાશ યાત્રી

એલન મસ્કની કંપની સ્પેસએક્સએ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને 4 અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.  કેવી રીતે મિશન કરાયું લોન્ચ?

  • ISSનું મિશન સફળતાપૂર્વક લોન્ચ
  • સ્પેસએક્સનાં અંતરીક્ષ યાન દ્વારા રવાના થયા
  • 60 વર્ષોના ઈતિહાસમાં 600 અવકાશયાત્રી અંતરીક્ષમાં પહોચ્યાં

એલન મસ્કની કંપની સ્પેસએક્સએ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને 4 અંતરીક્ષ યાત્રીઓનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ ક્રૂએ પૃથ્વીની કક્ષા પાર કરી તે સાથે જ 60 વર્ષોના ઈતિહાસમાં 600 લોકોનો અંતરીક્ષમાં પહોંચવાનો રેકોર્ડ બની ચુક્યો છે. મજેદાર વાત એ છે કે, સોવિયેત સંઘ 1961માં અંતરીક્ષમાં પહેલી વ્યક્તિ મોકલી હતી ત્યારે 600મી વ્યક્તિ એક જર્મન નાગરિક છે જેને અમેરિકા તરફથી મોકલવામાં આવ્યો છે. સ્પેસએક્સ તાજેતરમાં જ 4 અંતરીક્ષ યાત્રીઓને પોતાના અંતરીક્ષ યાન દ્વારા પૃથ્વી પર પાછા પણ લાવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ ટીમમાં જે અંતરીક્ષયાત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં એક અનુભવી સ્પેસવોકર અને 2 યુવાનો સામેલ છે.

નાસાએ તેમને પોતાના આગામી ચંદ્ર મિશન માટે પણ પસંદ કર્યા છે.  આ સ્પેસએક્સનું કુલ 5મું માનવ મિશન છે.  નાસાના અહેવાલ પ્રમાણે જર્મનીના મથાયસ માઉરર અંતરીક્ષમાં પહોંચનારા 600મા વ્યક્તિ તરીકે પસંદગી પામ્યા છે. તેમના સાથે ગયેલા ત્રણેય ક્રૂ મેમ્બર 24 કલાકની અંદર સ્પેસ સ્ટેશન પહોંચી જશે. જોકે, નાસા-સ્પેસએક્સનું આ મિશન આશરે એક સપ્તાહના વિલંબ સાથે લોન્ચ થયું છે કારણ કે, મેક્સિકોની ખાડી પાસે કેપ કૈનાવરલની લોન્ચિંગ સાઈટ પર કેટલાય દિવસોથી વાતાવરણ ખરાબ હતું.