જુનાગઢ/ લમ્પી વાઇરસથી સંક્રમિત ગાયોના શિકારથી શું આ વાઇરસ સિંહોમાં પણ ફેલાશે ? વન વિભાગની આવી છે તૈયારી

જૂનાગઢ જિલ્લામાં લંપી વાઇરસથી ગાય જેવા પશુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી ગાયોના શિકાર કરવાથી લંપી વાઇરસ સિંહોમાં ન ફેલાય તે માટે વન વિભાગે એકશન પ્લાન તૈયાર કર્યો છે..

Gujarat Others
જૂનાગઢ જિલ્લામાં લંપી વાઇરસથી ગાય જેવા પશુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી ગાયોના શિકાર કરવાથી લંપી વાઇરસ સિંહોમાં

હાલ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગાયો ટપોટપ મોતને ભેટી રહી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો દાવાનળની જેમ ફેલાવો થઇ રહ્યો છે. બીજી તરફ ગિર વિસ્તારના ગામડામાં દરરોજ સિંહો દ્વારા ગાયોના શિકાર થઈ રહ્યા છે.  ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોના કારણે સિંહોમાં પણ આ વાઇરસ ફેલાવાની ભિતી નકારી શકાય નહિ. આ રોગના કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઇ રહ્યા છે. ગાયોના શિકાર કરનાર વનરાજો રોગચાળાનો ભોગ ન બને જેને લઈ વન વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયું છે.

d5 1 8 લમ્પી વાઇરસથી સંક્રમિત ગાયોના શિકારથી શું આ વાઇરસ સિંહોમાં પણ ફેલાશે ? વન વિભાગની આવી છે તૈયારી

હાલ જે લંપી વાઇરસ ગાયોમાં ફેલાયો છે તેને લઈને સિંહ ઉપર જોખમ ઉભું થયું છે ત્યારે વનવિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓ ના પશુધન માં આ રોગ ન ફેલાય તે માટે વેકસીન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંગે વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના સી.સી.એફ આરાધના શાહુ એ જણાવ્યુકે જેમાં મોટાભાગના નેસડાઓમાં વસતા પશુઓને વેકસીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે.

d5 1 9 લમ્પી વાઇરસથી સંક્રમિત ગાયોના શિકારથી શું આ વાઇરસ સિંહોમાં પણ ફેલાશે ? વન વિભાગની આવી છે તૈયારી

ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર હોય ત્યાં ગાયો ને વેકસીનની કામગીરી વેટરનરી વિભાગ દ્વારા ચાલુ છે.  અને આ રોગ જેનેટિક ન હોવાને લીધે ગાયોમાંથી સિંહો માં ફેલાય તેવા કોઈ રિપોર્ટ કે માહિતી હજુ સુધી કોઈ પાસે નથી….એટલે સિંહો માં આ રોગ ફેલાવવાની શકયતા નથી. વનરાજોમાં કોઇ રોગચાળો ફેલાય તે પહેલા આ બાબતે વન વિભાગ આગોતરી કાળજી લેવાની શરૂ કરી દીધી છે.

ધર્મ વિશેષ / શિવને પ્રસન્ન કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે, શ્રાવણમાં ગમે ત્યારે કરી શકો છો