Not Set/ દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ સાથે છેડો ફાડ્યો,કોંગ્રેસ સાથે પણ પડ્યાં મતભેદ

અમદાવાદ, અનામત મામલે કોંગ્રેસ સાથે ખટરાગ થતા પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ સાથે છેડો ફાડી નાંખ્યો છે. દિનેશ બાંભણિયા પાસના કન્વીનર હતા અને છેલ્લા બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક સાથે જોડાયેલા હતા.જો કે દિનેશ બાંભણીયા એ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું કોઇ પક્ષ સાથે જોડાવવાનો નથી. વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર […]

Top Stories
1 1487671677 દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ સાથે છેડો ફાડ્યો,કોંગ્રેસ સાથે પણ પડ્યાં મતભેદ

અમદાવાદ,

અનામત મામલે કોંગ્રેસ સાથે ખટરાગ થતા પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ સાથે છેડો ફાડી નાંખ્યો છે. દિનેશ બાંભણિયા પાસના કન્વીનર હતા અને છેલ્લા બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક સાથે જોડાયેલા હતા.જો કે દિનેશ બાંભણીયા એ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું કોઇ પક્ષ સાથે જોડાવવાનો નથી.

વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહયા છે ત્યારે દિનેશ બાંભણિયાના રાજીનામાથી ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.

હાર્દિક પટેલના સાથીદાર દિનેશ બાંભણિયાએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનામત મામલે નારાજગી વ્યક્ત કરીને  જણાવ્યું હતું કે કોંગ્રેસનો અનામત આપવાન  ઇરાદો નથી..દિનેશ બાંભણિયાએ કહ્યું કે અનામત મામલે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ નથી,કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં કરેલી જાહેરાત પ્રમાણે અનામત આપવી શક્ય નથી.

દિનેશ બાંભણિયાએ હાર્દિકની કથિત સેક્સ સીડી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે બધી સીડી મોર્ફ ના હોઇ શકે.સમાજના કોઇ આગેવાનને વ્યભિચાર ના શોભે.

હાર્દિક માટે નારાજગી વ્યક્ત કરતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે હવે તે એકલો જ નિર્ણય લે છે.

જો કે દિનેશે અનામતની લડાઇ વિશે કહ્યું કે અમારી લડાઇ ભાજપ સાથે ચાલુ રહેશે.ભાજપને જે થાય તે કરી લે પરંતુ અમે અનામત લઇને રહીશું.પાસના કોઇ નેતાએ કોઇપણ પક્ષનો સાથ આપવાનો ના હોય.

દિનેશે પોતે કોઇ પક્ષમાં જોડાવવાની વાતથી ઇનકાર કરતા કહ્યું કે હું કોઇપણ પક્ષને સત્તામાં બેસાડવાનુ કામ નહી કરૂ.