Not Set/ LIVE : ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, ૧૨ વાગ્યા સુધી થયું સરેરાશ ૩૩ ટકા મતદાન

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. ૮૯ બેઠકો પર કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ૫૭ મહિલા ઉમેદવારો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ૧૨ વાગ્યા સુધી સરેરાશ ૩૩ ટકા મતદાન થયું છે. સવારથી જ મતદારોમાં વોટીંગને લઇ […]

Top Stories
vijay rupani 1 LIVE : ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, ૧૨ વાગ્યા સુધી થયું સરેરાશ ૩૩ ટકા મતદાન

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ
રહ્યું છે. ૮૯ બેઠકો પર કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ૫૭ મહિલા
ઉમેદવારો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, ૧૨ વાગ્યા સુધી સરેરાશ ૩૩ ટકા મતદાન થયું છે.
સવારથી જ મતદારોમાં વોટીંગને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીંગ
બુથ પર સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે.

કચ્છ- સૌરાષ્ટ્ર અને દક્ષિણ કુલ ૮૯ બેઠકો પર ૨.૧૨ કરોડ મતદાતાઓ આજે ૯૭૭
ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પ્રથમ તબક્કામાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી
ભાજપના ઉમેદવાર સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ,
અમરેલીથી કોંગ્રેસના પરેશ ધાનાણી, ભાજપના દિલીપ સંઘાણી, ભાવનગરથી જીતુ
વાઘાણી, કોંગ્રેસના દાનસંગ મોરી, પોરબંદરથી કેબિનેટ મંત્રી બાબુ બાબુ
બોખિરિયા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જેવા
દિગ્ગજો મેદાને છે.

  • પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમની સીટ પરથી મતદાન કર્યું હતું.
  • મુખ્યમંત્રી વિજય રૂપાની સામે ઉભા રહેનાર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરુએ પણ પરિવાર સાથે કર્યું મતદાન
  • ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ મતદાન કરવા માટે પહોચી ચુક્યા છે.