Not Set/ પવિત્ર તીર્થધામ દ્વારકા નજીક 4 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ

દ્વારકા, માસુમ બાળાઓ પર દુષ્કર્મના મામલે દેશભરમાં ઉહાપો સર્જાયો છે, ત્યારે પવિત્ર તીર્થધામ દ્વારકા નજીક 4 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મના બનાવથી આરોપી પ્રત્યે ધિક્કારની લાગણી છવાઈ છે. કુરંગા ખાતે એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની વિગતો બહાર આવતા તપાસ શરૂ કરાઈ છે. દ્વારકા જિલ્લાના કુરંગાની 4 વર્ષની બાળા પર દુષ્કર્મની […]

Top Stories Gujarat
678763 rape પવિત્ર તીર્થધામ દ્વારકા નજીક 4 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ

દ્વારકા,

માસુમ બાળાઓ પર દુષ્કર્મના મામલે દેશભરમાં ઉહાપો સર્જાયો છે, ત્યારે પવિત્ર તીર્થધામ દ્વારકા નજીક 4 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મના બનાવથી આરોપી પ્રત્યે ધિક્કારની લાગણી છવાઈ છે. કુરંગા ખાતે એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની વિગતો બહાર આવતા તપાસ શરૂ કરાઈ છે.

દ્વારકા જિલ્લાના કુરંગાની 4 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બની છે. દ્વારકાના કુરંગા પાસે ઘડી ડિટર્જન્ટ કંપનીની કોલોનીમાં આ બનાવ બન્યો હતો. માસુમ બાળકી પર દુષ્કર્મ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બાળકીને જામનગરની જી. જી. હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.

બાળકીની માતાએ જણાવ્યું કે, તે બાળકીને મૂકીને શૌચક્રિયા માટે ગઈ હતી, ત્યારે કોઈએ બાળકીને પીંખી નાંખી હતી. બાળકીની માતાએ શૌચાક્રિયા પરથી પરત આવતા કોઈ અજાણ્યા શખ્સને ત્યાંથી ભાગતા જોયો હતો. તેણે બૂમાબૂમ કરી હતી અને સિક્યુરિટીને બોલાવી હતી.

આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેમ્પમાં તે સમયે હાજર 17 જેટલા પુરુષોની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ કંઇ હાથ લાગ્યું નહોતું. માતાએ જોતા બાળકીના ગુપ્ત ભાગેથી બ્લીડીંગ થઈ રહ્યું હતું. તેથી તે તાત્કાલિક બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી હતી. જેમાં સમગ્ર ઘટના સામે આવી હતી. પરંતુ પોલીસે બાળકીને કંઇક કરડી ગયાનું કહી સમગ્ર ઘટના પર ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના લોહીના નમુના તપાસ માટે રાજકોટ મોકલાયા છે. દ્વારકા પોલીસે આઇપીસી કલમ 363, 376 પોક્સો કલમ 4 , 12 મુજબનો ગુન્હો નોંધી અને વધુ તાપસ હાથ ધરી છે.