Not Set/ બેંકોને કરોડો રૂ.નું ફૂલેકું ફેરવનાર ભટનાગર બંધુઓની ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા કરાઈ જપ્ત

વડોદરા, વડોદરાની જાણીતી કંપની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(DPIL)ના પ્રમોટર્સ સુરેશ ભટનાગર અને તેમના દીકરા અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પર બેન્કોને ૨૬૫૪ કરોડનો ચૂનો લગાવવાનો આરોપ છે ત્યારે હવે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા મંગળવારે DPILના પ્રમોટર્સની વડોદરા સ્તિથ તમામ મિલકતો મળી કુલ ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે તેમજ ભટનાગર બંધુઓની અન્ય […]

Gujarat
amit bhatanaga bail pleas of amit bhatnagar his brother and his father rejected 0 બેંકોને કરોડો રૂ.નું ફૂલેકું ફેરવનાર ભટનાગર બંધુઓની ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા કરાઈ જપ્ત

વડોદરા,

વડોદરાની જાણીતી કંપની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(DPIL)ના પ્રમોટર્સ સુરેશ ભટનાગર અને તેમના દીકરા અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પર બેન્કોને ૨૬૫૪ કરોડનો ચૂનો લગાવવાનો આરોપ છે ત્યારે હવે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ED દ્વારા મંગળવારે DPILના પ્રમોટર્સની વડોદરા સ્તિથ તમામ મિલકતો મળી કુલ ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે તેમજ ભટનાગર બંધુઓની અન્ય કંપની નોર્થવે સ્પેસીસ મેયફેર લેઝુરિયસ તેમજ ડાયમંડ પાવર ટ્રાન્સફોમર્સ લિમિટેડની મિલકતો પણ જપ્ત કરી છે.

આ ઉપરાંત ED દ્વારા વડોદરા સ્તિથ ગોરવા બીઆઈડીસી ખાતે આવેલી અમિત ભટનાગરની ઓફિસ, સેવાસી ખાતે આવેલો લકઝુરિયસ બંગ્લોઝ, શહેરના અટલાદરામાં આવેલી એક નામાંકિત હોસ્પિટલની બાજુમાં આવેલી જગ્યા પર બની રહેલી હોટેલ તેમજ કંપનીની મશીનરી સહિતની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, વડોદરા શહેર નજીક અંકોડિયા ગામની સીમમાં રહેતાં અમિત ભટનાગર, તેના પિતા સુરેશ અને ભાઈ સુમિતે ૧૧ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી ક્ષેત્રની બેંકો ઉપરાંત નાણાંનું ધીરાણ કરતી ફાયનાન્સ કંપનીઓ પાસેથી રૂ. ૨,૬૫૪ કરોડની લોન કાવાદાવા કરીને લીધી હતી. આ લોન કૌભાંડની તા. ૨૬મી માર્ચે સીબીઆઈએ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ નોંધી હતી.

ત્યારબાદ કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં તેઓ ધરપકડથી બચવા નાસતા ફરી રહ્યાં હતા જોકે ત્રણેય આરોપીઓને સંયુક્ત ઓપરેશનમાં ગત ૧૭ એપ્રિલના રોજ ઉદેપુરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.