Gujarat/ રાજ્યમાં ફરી એકવાર સતત વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, આજે નોંધાયા..

રાજ્યમાં નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સ્વસ્થ્ય થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્યમાં એક્ટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 

Top Stories Gujarat Others
વિધાર્થીઓ શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 50+ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં ઓમીક્રૉનની પણ એન્ટ્રી થઇ ચુકી છે. તો વળી રાજ્યમાં નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સ્વસ્થ્ય થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્યમાં એક્ટિવ કેસો માં પણ વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાના નવા વેરિયન્ટ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજરોજ 9 ડિસેમ્બરે કોરોનાના નવા 70 કેસ સામે આવ્યા છે.  નોંધનીય છે કે ગઈકાલે 11 ડિસેમ્બરના રોજ પણ 67  કેસ હતા.  આજે ત્રણ કેસ વધ્યા છે. અમદાવાદમાં નવા 13 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 12,  રાજકોટમાં 4 કેસ, સુરતમાં 9, જામનગરમાં 10 કેસ નોંધાયા છે.

કોરોના વેરિઅન્ટ

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો ની સંખ્યા પણ વધારા સાથે 459 પર પહોંચી છે. જેમાંથી 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે, તો 451 દર્દીઓની તબિયત હાલ સુધારા પર છે. રાજ્યમાં આજે 3,75, 888 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,42,38,168 લોકોને વેક્સિન અપાઈ છે.

કોરોના કેસ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શાળા કોલેજ શરૂ થઇ  ચુકી છે. અને હાલમાં લગ્નસરાની મોસમ જામી છે. લોકોનું દૈનિક જનજીવન પણ રાબેતા મુજબ બની રહ્યું છે. ત્યારે રાજ્યમાં ફરીકવાર ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જો કે બીજી લહેરમાંથી બોધ પાઠ લઈ સરકારએ પણ જો ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે  પૂરતી તૈયારી બતાવી છે. જરૂરી દવા-ઇન્જેકશન અને ટેસ્ટિંગ અને બેડની વ્યવસ્થા કરી હોવાનું જણાવી રહી છે.

જીનોમ્સ સિકવેસિંગ ટેસ્ટિંગ મશીન ખરીદ્યું.. 

ગુજરાત રાજ્યમાં કોરોનાના ઓમીક્રૉન વેરીએન્ટની ચકાસણી માટે નમૂના પૂણેની લેબમાં મોકલવામાં આવતા હતા. અને સમય પણ વધુ લાગતો હતો. જો કે હવે જીનોમ્સ સિકવેસિંગ ની ગુજરાતમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં 15 કરોડ ની કિંમતનું નવું અત્યાધુનિક ટેસ્ટીગ મશીન યુએસ થી રાજ્ય સરકારે ખરીદ્યું છે. આ નવા ટેસ્ટીગ મશીનના કારણે કોરોના જીનોમ્સ સિકવેસિંગ ની કામગીરી વધુ ઝડપી બનશે. આ મશીન દ્વારા હજારોની સંખ્યામાં  જીનોમ્સ સિકવેસિંગની ચકાસણી થઈ શકશે.

SVPI Airport runway to remain closed for four months during 9 am to 6 pm |  DeshGujarat

SVPI એરપોર્ટ પર વિશેષ આયોજન

ઓમીક્રોન વેરીએન્ટને પગલે અમદાવાદના SVPI એરપોર્ટ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાઈ રિસ્ક કેટેગરીના દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હાઈ રિસ્ક દેશમાંથી આવતા મુસાફરોના ફરજીયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. જ્યાં સુધી મુસાફરોનો RT-PCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને  એરપોર્ટની અંદર રહેવું પડશે.

હાઈ રિસ્ક દેશોમાંથી હાલમાં સપ્તાહમાં માત્ર બે ફ્લાઇટ લંડનથી આવે છે. 12 સૌથી વધુ એમિક્રોન સંક્રમિત દેશોમાંથી માત્ર એક ફ્લાઇટ દેશમાંથી હાલ આવે છે.  એક દિવસમાં 3 હજાર RT-PCR કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 400 રૂ માં 8 થી 10 કલાકમાં RT PCR રિપોર્ટ આવે છે. એક કલાકમાં રિપોર્ટ આવે તે રેપીડ RTPCR ટેસ્ટનો ખર્ચ 2700 રૂ. છે. સિવિલ એવિએશનની બેઠક બાદ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

Kutch / રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?