Not Set/ સુરત : માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવા માટે હેલ્મેટ પહેરીને ઝૂમ્યા સુરતવાસીઓ

આ વખતે નવરાત્રિની શરૂઆત સુરત શહેરમાં વિશેષ રીતે કરવામાં આવી હતી. એક ગરબા પર્ફોમન્સ દરમિયાન ડાન્સ ગ્રુપના લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં સામેલ ગ્રુપના સભ્યોનું કહેવું છે કે આ કરીને તેઓ હેલ્મેટ પહેરેલા લોકોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. રવિવારે સુરતના […]

Gujarat Surat
aaa 5 સુરત : માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવા માટે હેલ્મેટ પહેરીને ઝૂમ્યા સુરતવાસીઓ

આ વખતે નવરાત્રિની શરૂઆત સુરત શહેરમાં વિશેષ રીતે કરવામાં આવી હતી. એક ગરબા પર્ફોમન્સ દરમિયાન ડાન્સ ગ્રુપના લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં સામેલ ગ્રુપના સભ્યોનું કહેવું છે કે આ કરીને તેઓ હેલ્મેટ પહેરેલા લોકોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.

રવિવારે સુરતના વીઆર મોલમાં એક રસપ્રદ દૃશ્ય જોવા મળ્યો હતો. અહીં ગરબા રમતા  લોકો માથામાં હેલ્મેટ પહેરીને જુગલબંધી કરતા જોવા મળ્યા હતા. યુવાનોની જોડી ગરબાની ધૂન પર હેલ્મેટ પહેરીને ઝૂંમતા જોવા મળ્યા હતા.

ગરબા ગ્રુપના સભ્યએ કહ્યું કે, ‘હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો એ દરેકની સલામતી માટે જરૂરી છે અને સૌએ તેનું પાલન કરવું જોઈએ. સરકાર દ્વારા તેને દબાણપૂર્વક અમલમાં મૂકવું જોઈએ નહીં કારણ કે તેનો ફાયદો થશે નહીં. લોકોએ તેને એક આદત તરીકે અપનાવવી જોઈએ, જેથી તેઓ લાંબા સમય સુધી તેમના જીવનમાં તહેવારોની મજા લઇ શકે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.