Not Set/ નિષ્ઠુર બાપ/ પત્ની સાથે મારઝૂડ કર્યા બાદ દોઢ વર્ષની માસુમ દીકરીની હત્યા

લોક્ડાઉનમાં સામાજિક હિંસાનું પ્રમાણ વિશ્વભરમાં વધી ગયું છે. નાનાની નાની વાતોમાં થતા મીઠા ઝગડા એ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને આપણા કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં સામાજિક હિંસાનો ભોગ હમેસા સ્ત્રીજ બનતી આવી છે. આવી જ એક ઘટનાની આજે આપને વાત કરીશું.  જેમાં એક નરાધમ બાપે માત્ર શંકાને આધારે ફૂલ જેવી માસુમ બાળકીને મોત […]

Gujarat Surat
544c21f76575e2bd5aee0c7630b79830 નિષ્ઠુર બાપ/ પત્ની સાથે મારઝૂડ કર્યા બાદ દોઢ વર્ષની માસુમ દીકરીની હત્યા

લોક્ડાઉનમાં સામાજિક હિંસાનું પ્રમાણ વિશ્વભરમાં વધી ગયું છે. નાનાની નાની વાતોમાં થતા મીઠા ઝગડા એ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને આપણા કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં સામાજિક હિંસાનો ભોગ હમેસા સ્ત્રીજ બનતી આવી છે. આવી જ એક ઘટનાની આજે આપને વાત કરીશું.  જેમાં એક નરાધમ બાપે માત્ર શંકાને આધારે ફૂલ જેવી માસુમ બાળકીને મોત ને ઘાટ ઉતારી દીધી છે.

પત્નીનો આડો સબંધ હોવાના વહેમમા પતિએ દોઢ વર્ષની માસૂમ દીકરીને જમીન પર પછાડી હત્યા કરી નાખી છે. લૉકડાઉનમાં ઘટી જઘન્ય ઘટના. પત્ની સાથે મારઝૂડ કર્યા બાદ દીકરીની હત્યા કરી નિષ્ઠુર બાપ હત્યા કરી ફરાર થઈ ગયો હતો, જોકે ગણતરી ના દિવસમાંજ કોસંબા પોલીસે હત્યારા બાપને ઝડપી પાડી જેલ ના હવાલે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે રહેતા પરિવારમાં પતિ કામ અર્થે બહાર રહેતો હોય, પતિની ગેરહાજરીમાં પત્ની કોઈ અન્ય સાથે આડા સબંધ રાખતી હોવાના વહેમમાં અને જેમાં દોઢ વર્ષથી નાની દીકરી આડાસંબંધની જ હોવાનો વહેમ રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડામાં અવાર નવાર દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી નહિ હોવાનું કહી તેને માર મારતો હતો.

ગત ૨૫ ને શનિવારના રાત્રિના પણ પત્ની સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો અને પત્નીને માર માર્યો હતો. જેથી દોઢ વર્ષની પુત્રી રડતા આવેશમાં આવી પિતાએ પુત્રીને જમીન પર પછાડી હત્યા કરી ભાગી ગયો હતો. બનાવની વિગત એવી છે કે તરસાડી પ્રાથમિક શાળા પાસે રહેતો જયેશ મંગાભાઇ વસાવા પોતે મહારાષ્ટ્ર વિસ્તાર માં માછલા પકડવાની મજૂરી કામ કરે છે, અને પરિવારથી દસ-પંદર દિવસ દૂર રહે છે. હાલમાં થોડા દિવસ પહેલાં જ માછલા પકડવાની મજૂરી કામ કરીને ઘરે પરત આવ્યો હતો. ઘરે આવીને તેણે પોતાની પત્ની કાજલબેન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. પત્ની પર વહેમ રાખીને તેને કહેતો હતો, તારો કોઈની સાથે આડો સંબંધ છે, અને દોઢ વર્ષની વૈશાલી પણ મારી દીકરી નથી, તે બીજાની છે. તેમ કહી ઝઘડો કર્યો હતો.

આમ પત્ની ઉપર ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કરતો અને તેની સાથે મારામારી પણ કરતો હતો. નાની દીકરી વૈશાલીને પણ આ બાબતે માર મારતો હતો. બે દિવસ પહેલા જ્યારે કાજલ ઘરમાં ખાવાનું બનાવતી હતી, ત્યારે ફરી પોતાની પત્ની કાજલ સાથે ખોટા વહેમમાં બોલાચાલી અને ઝઘડો કર્યો હતો, અને આજે હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કાજલને માર માર્યો હતો. જેથી નાની દીકરી વૈશાલી રડવા લાગી હતી. દિકરી રડવા લાગતા જયેશ વસાવા ગુસ્સામાં આવીને વૈશાલીના ગાલ પર બે ચાર તમાચા મારી દીધા હતા. અને જોરથી જમીન પર પછાડી હતી. પિતા હેવાન બનીને દોઢ વર્ષની બાળકીને માર મારતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. નાની ફૂલ જેવી બાળકીનું મોત નિપજાવી નિષ્ઠુર બાપ ફરાર થઈ ગયો હતો. 

ફૂલ જેવી નાની બાળકીની હત્યા કરી ફરાર હેવાન પિતાને પોલીસે ગણતરીના ના દિવસમાં બાતમી આધારે  તરસાડી વિસ્તારના ખેતરાડી માર્ગ પરથી ઝડપી પાડ્યો હતો. અને પોલીસે તેને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.