Announcement/ BJP એ રાજ્યો માટે પ્રભારી-સહપ્રભારીનાં નામની યાદી જાહેર કરી

ભાજપે રાજ્યો માટે પ્રભારી-સહપ્રભારીના નામની યાદી જાહેર કરી ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રભારી બનાવાયા સુધીર ગુપ્તાને ગુજરાતના સહપ્રભારી બનાવાયા ભારતીબહેન શિયાળને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા ભાવનગરના સાંસદ છે ભારતીબહેન શિયાળ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય નોંધાવ્યા બાદ ભાજપે નવા મિશન માટેની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યનાં પ્રભારીઓની યાદી જાહેર […]

Top Stories India
asdq 75 BJP એ રાજ્યો માટે પ્રભારી-સહપ્રભારીનાં નામની યાદી જાહેર કરી
  • ભાજપે રાજ્યો માટે પ્રભારી-સહપ્રભારીના નામની યાદી જાહેર કરી
  • ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રભારી બનાવાયા
  • સુધીર ગુપ્તાને ગુજરાતના સહપ્રભારી બનાવાયા
  • ભારતીબહેન શિયાળને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા
  • ભાવનગરના સાંસદ છે ભારતીબહેન શિયાળ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય નોંધાવ્યા બાદ ભાજપે નવા મિશન માટેની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યનાં પ્રભારીઓની યાદી જાહેર કરી છે.  જેમાં અલગ અલગ રાજ્યોમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. નવી યાદીમાં કૈલાસ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં પ્રભારી બનાવાયા છે, તો સુધીર ગુપ્તાને ગુજરાતનાં સહપ્રભારી બનાવાયા છે.

ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત અને બિહારનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની આગેવાની હેઠળનાં ગુજરાત અને બિહાર બંને રાજ્યોમાં પાર્ટીની ઉત્કૃષ્ટ જીત બદલ તેમને ફરીથી ઈનામ મળ્યુ છે. ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દિવાળીની પૂર્વસંધ્યાએ જાહેર કરેલા નવા રાજ્ય પ્રભારી અને ભાજપનાં સહ પ્રભારીની યાદીમાં ભૂપેન્દ્ર યાદવને ફરી એકવાર ગુજરાત અને બિહાર બંને રાજ્યોનો હવાલો સોંપ્યો છે. મધ્યપ્રદેશનાં સાંસદ સુધીર ગુપ્તાની ગુજરાતનાં સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુપ્તા મંદસૌરનાં સાંસદ છે. તેમણે વર્ષ 2014 અને 2014 માં બંને ચૂંટણી જીતી છે.

પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અન્યની જવાબદારી સોંપી છે. તરુણ ચૂગ તેલંગાણા જ્યારે પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને મણિપુરનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સંદર્ભે, બીજેપીએ અન્ય કેટલાક પક્ષનાં પ્રભારીઓનાં નામની સૂચિ બહાર પાડી છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં પ્રભારી બનાવાયા છે. સુધીર ગુપ્તાને ગુજરાતનાં સહપ્રભારી બનાવાયા છે. વળી ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળને રાજસ્થાનનાં સહપ્રભારી બનાવાયા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર યાદવનાં પ્રભારી રહેતા ભાજપે સારૂ પ્રદર્શન કર્યુ હતું. તેમને બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત પેટા ચૂંટણીમાં પાર્ટીનાં સારા પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે. પાર્ટીને 74 બેઠક પર જીત મળી છે. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી. આઠ બેઠક પર ભાજપે કબજો કર્યો હતો.