Interesting/ ડચ વિદ્યાર્થીઓએ કચરામાંથી બનાવી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર

ઇલેક્ટ્રિક કારોનું બજાર વિશ્વભરમાં ઝડપથી વિકસી રહ્યુ છે. જ્યારે કાર ઉત્પાદકો નવી ટેકનોલોજી અને સુવિધાઓથી ભરેલા ઇલેક્ટ્રિક વાહનોને રજૂ કરવા માટે સતત સંશોધન કરી રહ્યા છે, કેટલાક સ્વતંત્ર ટેકનિશિયનો ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહ્યા છે. અમે તમને ભારતમાં આવા કેટલાક ઉદાહરણો બતાવ્યા છે, જેમાં સ્વતંત્ર એન્જિનિયરો તેમની કુશળતા અને એન્જિનિયરનાં બળ પર પેટ્રોલ અથવા […]

Tech & Auto
asdq 72 ડચ વિદ્યાર્થીઓએ કચરામાંથી બનાવી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર

ઇલેક્ટ્રિક કારોનું બજાર વિશ્વભરમાં ઝડપથી વિકસી રહ્યુ છે. જ્યારે કાર ઉત્પાદકો નવી ટેકનોલોજી અને સુવિધાઓથી ભરેલા ઇલેક્ટ્રિક વાહનોને રજૂ કરવા માટે સતત સંશોધન કરી રહ્યા છે, કેટલાક સ્વતંત્ર ટેકનિશિયનો ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહ્યા છે. અમે તમને ભારતમાં આવા કેટલાક ઉદાહરણો બતાવ્યા છે, જેમાં સ્વતંત્ર એન્જિનિયરો તેમની કુશળતા અને એન્જિનિયરનાં બળ પર પેટ્રોલ અથવા ડીઝલ સંચાલિત વાહનોને ઓલ-ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કર્યા છે.

asdq 73 ડચ વિદ્યાર્થીઓએ કચરામાંથી બનાવી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર

હવે ડચ વિદ્યાર્થીઓની ટીમે પણ આ જ કરી બતાવ્યુ છે. આ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ કચરામાંથી બનાવેલી ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ કાર સંપૂર્ણ રીતે કામ કરે છે. મળતી માહિતી મુજબ આ કાર પ્લાસ્ટિક, રિસાયકલ પીઈટી બોટલ અને દરિયામાંથી ઘરનાં કચરામાંથી બનાવવામાં આવી છે. આઇન્ડહોવનની તકનીકી યુનિવર્સિટીએ આ કાર વિશે માહિતી આપી છે. યુનિવર્સિટી જણાવે છે કે “આ કારનું નામ તેજસ્વી પીળા રંગમાં રાખવામાં આવ્યું છે અને તેનું નામ લુકા છે. તે એક સ્પોર્ટી ટુ સીટર ઇલેક્ટ્રિક કાર છે, જે વિદ્યાર્થીઓએ બનાવેલી છે.

asdq 74 ડચ વિદ્યાર્થીઓએ કચરામાંથી બનાવી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર

યુનિવર્સિટીએ વધુમાં જણાવ્યું છે કે “આ કાર એકવાર સંપૂર્ણ ચાર્જ થવા પર 220 કિલોમીટર સુધીની મહત્તમ રેન્જ પ્રદાન કરે છે અને આ કારની મહત્તમ ગતિ 56 માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ 90 કિમી પ્રતિ કલાકની છે. પ્રોજેક્ટના મેનેજર લિસા વાન ઇટેને મીડિયાને જણાવ્યું છે કે “આ કાર ખરેખર એક ખાસ કાર છે, કારણ કે આ કાર એકદમ નકામી ચીજોથી બનેલી છે.” આ કારની ચેસિસ ફ્લેક્સ અને રિસાયકલ પીઈટી બોટલમાંથી બનાવવામાં આવી છે. તેમણે વધુમાં સમજાવ્યું કે “અમે કારના આંતરિક ભાગમાં બિનઆયોજિત ઘરગથ્થુ કચરાનો પણ ઉપયોગ કર્યો છે. આ કારને આશરે 18 મહિનામાં 22 વિદ્યાર્થીઓના જૂથ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવી હતી, જે કચરાની કાર્યક્ષમતાને સાબિત કરવાનો પ્રયાસ છે. “